તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર પ્રેમલગ્ન કરનાર બહેનના ઘરને બે યુવાનોએ નિશાન બનાવી જ્વલનશીલ પદાર્થ કાંડી ચાંપી દેતા બહેનનું ઘર ભડભડ સળગી ઉઠ્યું હતું. આટલેથી ન અટકી,બહેનના સાસુને છરી મારી સસરાને લમધારી નાખ્યા હતા. વોરાકોટડા રોડ પર પંચ પીરની દરગાહ પાસે રહેતા જીતુભાઈ કરસનભાઈ સોલંકીના પુત્ર દિનેશે બે વર્ષ પહેલા પાડોશમાં જ રહેતા મનસુખભાઇ ટપુભાઈ સોલંકી ની દીકરી મનીષા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હોય જેનો ખાર રાખી મનીષાના બંને ભાઈ મંગલ મનસુખ ભાઈ સોલંકી તેમજ સુનિલ મનસુખ ભાઈ સોલંકી ઝઘડો કરવાના ઈરાદે પાઇપ અને છરી સાથે ધસી આવી મારામારી કરી બહેનના સાસુ ગીતાબેનના હાથમાં છરી મારી હતી.
અને જીતુભાઈને માર મારતા બંને પતિ-પત્ની ઘરની બહાર નીકળી ગયા હતા તેમ છતાં પણ ઉપરોક્ત શખ્સોને સંતોષ થયો ન હોય બહેનના ઘરને જ્વલનશીલ પદાર્થ છાતી કાંડી ચાંપી દેતા ઘર સળગી જવા પામ્યું હતું જેમાં ઘરની તમામ ઘરવખરી અને સુરતથી લાવેલો કાપડ નો માલ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જ્યારે સામાપક્ષે મંગલ મનસુખ ભાઈ સોલંકી, જીતુ કરસન સોલંકી, મહેશ જીતુ સોલંકી, દિનેશ જીતુ સોલંકી અને રોહિત જીતુ સોલંકી વિરુદ્ધ સમાધાન કરવા બોલાવી માર મારી ઇજા પહોંચાડતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.