માતા પુત્રીએ ડેમમાં ઝપલાવ્યું:ગોંડલના હેડ કોન્સ્ટેબલ વિશાલ ગઢાદરાએ ડેમમાં કુદી ડૂબતી મહિલાને બચાવી; પુત્રીને મૃત હાલતમાં બહાર કાઢી

ગોંડલ3 મહિનો પહેલા

ગોંડલ વેરીતળાવમાં માતા પુત્રી આપઘાત કરવા ડેમમાં ઝપલાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ડેમમાં પડ્યાની જાણ ગોંડલ શહેર પોલીસને થતાજ શહેર પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતી. કંઈ જોયા વિના હેડ કોન્સ્ટેબલ વિશાલ ગઢાદરા ડેમમાં કૂદી પડ્યા હતા અને ડૂબતી મહિલાને બચાવી હતી.

ગોંડલ શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતી પરિણિત યુવતી ભાવનાબેન બીપીનભાઈ રાદડિયા અને તેની પુત્રી ભૂમિકાને લઈને ગોંડલ વેરી તળાવે નદીમાં કોઈ અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું. જેમાં પુત્રી ભૂમિકાનું મોત નીપજ્યું અને જ્યારે માતાને સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મહિલાનો જીવ બચાવનાર હેડ કોન્સ્ટેબલ વિશાલ ગઢાદરા
મહિલાનો જીવ બચાવનાર હેડ કોન્સ્ટેબલ વિશાલ ગઢાદરા

સમગ્ર ઘટનાની જાણ થતાંજ ગોંડલ ફાયર સ્ટાફના તરવૈયા અને શહેર પોલીસ, 108 સહિતની એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સમગ્ર બનાવને લઈને ગોંડલ શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...