ગોંડલ તાલુકાના ગરનાળા ગામે સરકારી ખરાબામાં ગેરકાયદેસર રીતે પવનચક્કીઓ નખાઈ રહી હોવાનો આક્ષેપ ગ્રામવાસીએ કર્યો છે. આ અંગે તેણે પ્રાંત અધિકારીને લેખિતમાં અરજી પણ આપી છે. અરજદારનું કહેવું છે કે કંપની નિયમો વિરુદ્ધ પવનચક્કી નાખી રહી છે. અરજદારે ચીમકી ઉચ્ચારી છે કે જો કામ બંધ કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે કાયદો હાથમાં લેવો પડશે જેની તમામ જવાબદારી તંત્રની અને કંપની રહેશે.
તંત્ર તથા કંપની સામે ચીમકી ઉચ્ચારી
ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ ઓથોરિટીના નિયમ મુજબ પવનચક્કીની ફાળવણી ગામથી 500 મીટરથી દૂર હોવી જોઈએ. તેમજ જમીન ઢાળ દોડાવાળી ડુંગરાડ હોય ફળદ્રુપ ન હોય. એ બાજુમાં તળાવ ન હોય, બાજુના ખેતરના ખેડૂતની સહી વગર જમીન ફાળવી શકાતી નથી. તેમના ખેતર ઉપર પવનચક્કીનું પાતળું ફોડી શકે નહીં જેવા અનેક નિયમો છે. તેમજ હાલની તકે ગૌચરની અંદર ખનીજ ચોરી થતાં ગોચર બચ્યું નથી. જેથી કરીને પશુપાલનના ચરણનો સૌથી વિકટ પ્રશ્ન છે. જેથી જ્યાં સુધી ઉપરોક્ત ગરનાળા ગામે ખરાબાની જમીન અને ગૌચરનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તમામ કામો બંધ કરાવી દેવામાં આવે.
આમ છતાંએ ઉપરોક્ત કામો બંધ કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે કાયદો હાથમાં લેવાની ફરજ પડશે જેની તમામ જવાબદારી તંત્રની અને કંપનીના માણસો કે કંપનીના ઓથોરાઈઝ કર્મચારીઓ વગેરેની રહેશે તેવી અંતમાં ચીમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.