તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ગોંડલ નો એન્જીનીયર યુવાન જુગલ ભટ્ટ કાલે KBC માં ચમકશે

ગોંડલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
જુગલ ભટ્ટ - Divya Bhaskar
જુગલ ભટ્ટ

ગોંડલ ના 24 વર્ષીય યુવાન જુગલ ભટ્ટને કોણ બનેગા કરોડપતિ માં હોટ સીટ પર બેસવાનો અવસર પ્રાપ્ત થયો છે. જે આવતીકાલે 28 અને 29 ડિસેમ્બર ના રોજ અમિતાભ બચ્ચન સાથે કોણ બનેગા કરોડપતિ ની રમતોમાં જોવા મળશે.

ગોંડલમાં રહેતા અને કોમ્પુટર ઈજનેર જુગલને અમિતાભ બચ્ચન સામે બેસી ને કરોડપતિ શૉ માં રમવાનો મોકો મળ્યો છે.
જુગલ ભટ્ટ KBC ની 12 મી સીઝનમાં 8 થી 10 જેટલી KBCના નીયમ મુજબની વિવિધ પરીક્ષાઓ માં પણ અવ્વલ આવી ફાસ્ટેસ્ટ ફિંગર ફસ્ટ માં પણ સિલેક્ટ થઈ ગયો અને તેમની કાબેલિયત થી હોટ સુધી પહોંચી લાખો ની રકમ જીતવા નો મોકો મળ્યો હતો .

જુગલ પહેલે થી જ ભણવામાં હોશિયાર હોઈ ગોંડલ ની સેન્ટ મેરીઝ સ્કૂલ માં અભ્યાસ કરી હંમેશા અવ્વલ રહેતો તેમની આ કાબેલિયત અને સિધ્ઘીને તેમના મામા ઋષિભાઈ વ્યાસ (રૂષી સર કાર્ઈસ્ટ કલાસીસ ગોંડલ એ આપ્યું છે. ઋષિસર પણ એન્જીનીયર છે અને ગોંડલમાં ઈંગ્લીશ મિડીયમ તેમજ ગુજરાતી મીડીયમ ના પ્રખ્યાત ટ્યૂશન ક્લાસીસ ચલાવે છે તેમની પ્રેરણા થી KBC માં જવા માટે ભાણેજ જુગલને સતત પ્રોત્સાહન પૂરેપૂરું મળ્યુ છે.

જુગલ ભટ્ટ કોમ્પ્યુટર એન્જિનીયર (બી.ઈ) નો અભ્યાસ હાલ પૂર્ણ કરી ચુક્યા છે અને આગળ ડેટા સાયન્સ નો અભ્યાસ કરી માસ્ટર ડિગ્રી મેળવવા તત્પર છે અને ભવિષ્ય માં આપણા દેશ માટે પણ કંઈક કરવાની પણ આશા વ્યક્ત કરી છે. જુગલ ભટ્ટને આ અગાઉ 2008 માં તેમના રૂષીમામા (રૂષી સર) એક ભારત દેશની નામી કંપની HUL (LIFEBUOY) કોન્ટેસ્ટમાં વિજેતા બનતા શ્રીલંકા ખાતે 3 દિવસ ભારતીય ક્રિકેટ ટીમના પ્રખ્યાત કિકેટર યુવરાજસિંહ સાથે રહેવાનો મોકો પણ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો