તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ગોંડલના તબીબ પર રાજકોટમાં પત્નીના સંબંધીનો હુમલાે, મારી નાખવાની ધમકી

ગોંડલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પત્ની સાથેનાં અણબનાવને લીધે મામલો ફરી એક વાર ચર્ચાના ચકડોળે
 • પત્નીના વકીલના સંબંધીએ જ અઘટિત પ્રયાસ કરતાં પોલીસ તપાસ શરૂ

રાજકોટ રહેતાં અને ગોંડલમાં હોસ્પિટલ ચલાવતાં તબીબ પર રાજકોટના કોટેચા ચોક નજીક શખ્સે તેમની ગાડી આંતરી બેફામ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી અપાતા તબીબે માલવીયાનગર પોલીસ ચોકીમાં ફરિયાદ કરતાં બનાવ અંગે પોલીસ ચોકીનાં એએસઆઇ ગીતાબેન પંડ્યાએ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં ડેન્ટલ હોસ્પિટલ ચલાવતાં તબીબ લક્ષિતભાઇ સાવલિયા સવારે પોતાની કાર લઇ ગોંડલ જવાં નિકળ્યાં હતાં

ત્યારે કોટેચા ચોક નજીક કારમાં ધસી આવેલાં અભય કામાણી જે એક હોસ્પિટલના મેડિકલ સંચાલક છે, એ શખ્સે ડોક્ટર લક્ષિત સાવલિયાની કાર આડે પોતાની કાર નાખી ડોકટર સાવલિયાને બેફામ ગાળો ભાંડી ઉશ્કેરાઈ જઇ જાનથી મારી નાખવાની ધમકી આપતાં ડોક્ટરે માલવીયાનગર પોલીસ ચોકી દોડી જઇ અભય કામાણી સામે બનાવ અંગે ફરિયાદ કરતાં પોલીસે અરજી લઇ એએસઆઇ ગીતાબેન પંડ્યાએ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.તબીબ લક્ષિત સાવલીયાનાં જણાવ્યા મુજબ પોતાની પત્ની હિરલ સાથે અણબનાવ હોય એ અંગે કેસ ચાલુ છે.

ગોંડલ સ્થિત પોતાનાં ઘર ઉપર પત્ની હિરલે તાળાં તોડી કબ્જો જમાવ્યો હોય પોતે માતા પિતા અને બાળકી સાથે રાજકોટ રહેવાં આવી ગયાં હોય ગોંડલ અપડાઉન કરે છે.પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અભય કામાણી પત્ની હિરલનાં વકીલનાં અંગત સબંધી હોય છૂટાછેડા માટે અને 50 લાખ આપવા અંગે માનસિક ત્રાસ અને દબાણ આપી રહયાં હોય બનાવ બન્યાંનું તબીબ દ્વારા જણાવાયું છે.

ગોંડલના તબીબને તેની પત્ની સાથે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે જેના પગલે પત્નીના સંબંધીએ રાજકોટમાં આવેલા ડોક્ટર લક્ષિત સાવલિયાની કાર અટકાવી તેના પર હુમલો પ્રયાસ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેના પગલે પોલીસમાં ફરિયાદ થઈ છે.

તબીબના ઘરે જઈ તોડફોડ કરી હતી
ઉલ્લેખનીય છે કે ડોક્ટર લક્ષિત સાવલીયા અને તેનાં પત્ની વચ્ચેનો ડખ્ખો ચકચારી બનવાં પામ્યો છે.હિરલ દ્વારા રાજકોટ રહેતાં તબીબ નાં માતાપિતા ને ઘરે જઇ તોડફોડ કરી ધમકાવવાં અંગે તબીબ દ્વારા થયેલી પોલીસ રજૂઆત પણ ચર્ચિત બનવાં પામી હતી. હવે પત્નીનાં વકીલનાં અંગત સંબંધી દ્વારા ધમકી અપાયાંનાં આક્ષેપ સાથે પોલીસ માં ફરિયાદ થતાં ઘટનાં વધુ ચકચારી બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો