• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • Gondal Congress Filed A Complaint To The Deputy Collector, Said PM And Former CM Tweets On Small Matters, Then Why Not Tweets On The Lattha Scandal?

લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસ આકરા પાણીએ:ગોંડલ કોંગ્રેસે ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપ્યું, કહ્યું-PM અને પૂર્વ CM નાની નાની બાબતમાં ટ્વિટ કરે છે તો લઠ્ઠાકાંડ બાબતે ટ્વિટ કેમ નહિ?

ગોંડલ15 દિવસ પહેલા
  • જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ ખાટરિયાની અધ્યક્ષતામાં વિરોધ કરવામાં આવ્યો
  • નેશનલ હેરાલ્ડ મામલે પણ નારા લગાવવામાં આવ્યા

લઠ્ઠાકાંડ કહો કે કેમિકલ કાંડે રાજ્યભરમાં ચકચાર મચાવી છે બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં રાજકારણે પણ એન્ટ્રી કરી લીધી છે વિપક્ષ સત્તાપક્ષને આ મામલે સતત ઘેરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે લઠ્ઠાકાંડ બાબતે કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લામાં ગોંડલ શહેરથી આવેદન પત્રની શરૂઆત કરવામાં આવી હતી ગોંડલ કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

સરકાર વિરુદ્ધ હાય હાયના નારા લગાવવામાં આવ્યા
લઠ્ઠાકાંડ અને નેશનલ હેરાલ્ડ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ ખાટરિયાની અધ્યક્ષતામાં ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરીને ભાજપ હાય હાય, લઠ્ઠાકાંડ બંધ કરોના નારા લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નેશનલ હેરાલ્ડ મામલે પણ ઇડી સંસ્થા હાય હાય, સી.આર.પાટીલ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા.

કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા
કથિત લઠ્ઠાકાંડ કે કેમિકલ કાંડ મામલે હાલ રાજકારણ ગરમાયું છે. અત્યાર સુધીમાં 50થી વધુ જેટલા મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ ખાટરિયાએ આવેદન પત્ર આપી ભાજપ પર પ્રહાર કર્યા હતા. લઠ્ઠાકાંડ મામલે અર્જુનભાઇ ખાટરિયાએ નિવેદન આપતાં કહ્યું હતું કે, લઠ્ઠાકાંડ બાબતે PM નરેન્દ્ર મોદી નાની નાની બાબતમાં ટ્વિટ કરો છો તો આ બાબતે ટ્વિટ કેમ નથી કરતા એવો પ્રહાર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...