તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક યોજાઇ:ગોંડલ નાગરિક સહકારી બેંક વધુ સારી સુવિધા આપવા સજ્જ

ગોંડલ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંક ખાતે અધિકારીઓની વેપારીઓ સાથે મિટિંગ યોજાઇ

ગોંડલના માંડવી ચોક ખાતે આવેલી નાગરિક સહકારી બેન્કના નવા વરાયેલા ચેરમેન અશોકભાઈ પીપળીયા, વાઈસ ચેરમેન પ્રફુલભાઈ પારેખ, બોર્ડ ઓફ ડિરેક્ટરોની વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી, બેઠકનો હેતુ વેપારીઓ સાથે બેંકના વ્યવસાયિક સંબંધો વધારે મજબૂત બને તે હતો, મિટિંગમાં નેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, એટીમએમ સુવિધા જેવા વિચારોની આપ-લે કરાઇ હતી, સાથે બેંકના ચેરમેન અને મેનેજમેન્ટે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં બેંકના ગ્રાહકોને અદ્યતન સુવિધાઓ મળવાની શરૂ થઈ જશે, બેંક તરફથી ગ્રાહકોને ડિપોઝિટ ઉપર આકર્ષક વ્યાજ આપવામાં આવી રહ્યું છે, બેંક દ્વારા પોતાના ધિરાણ વધારવા માટે વેપારીઓ તરફથી વધુ સહકાર મળે તેઓ આગ્રહ કરવામાં આવ્યો હતો, આ તકે વેપારી મંડળના પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા, નવીનભાઈ જડીયા, વિનુભાઈ વસાણી, ગોપાલભાઈ સીમેજીયા, મયુરસિંહ જાડેજા તેમજ પ્રકાશભાઈ ઠકરાર સહિતનાઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...