પોલીસ સ્ટેશનના ધક્કામાંથી છુટકારો મળ્યો!:ગોંડલ બાઈક ચોરીની ઓનલાઈન ફરિયાદ નોંધાઈ, પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી

ગોંડલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ ખાતે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ અને નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલા સહિતનાઓ દ્વારા સેમિનાર યોજી લોકોને ચોરીની ઘટનાઓ અંગે ઓનલાઇન ફરિયાદ કેમ નોંધાવી શકાય તે અંગે માહિતીઓ આપવામાં આવી હતી. ત્યાંજ ITI પાસે સાટોડિયા સોસાયટીમાંથી યુવાનનાં બાઈક ચોરી થતા ઓનલાઇન ફરિયાદ નોંધવામાં આવી છે.

બાઈક ચોરીની ઓનલાઇન ફરિયાદ નોંધવામાં આવી
​​​​​​​
ગોંડલ સાટોડિયા સોસાયટીમાં રહેતા વિપુલભાઈ રૈયાણીનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક જી જે 03 જે એચ 4213 ઉમવાડા રોડ ઉપર વાડી પાસે પાર્ક કર્યું હતું. ત્યાંથી કોઈ ચોરી કરી લઈ જતા ઓનલાઇન ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે અજણ્યા શખ્સો વિરુદ્ધ આઇપિસી કલમ 379 મુજબ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે તંત્ર દ્વારા ચોરી અંગેની ફરિયાદ નોંધાવવા ઓનલાઈન એપ્લિકેશન શરૂ કરવામાં આવી હોય જેના પરિણામે લોકોને પોલીસ મથકે ધક્કા ખાવાની જરૂર રહેતી નથી. ઓનલાઈનના માધ્યમથી જ ફરિયાદ નોંધાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...