સમસ્યા:ગોંડલ ભરૂડી ટોલનાકાના કર્મીને વાહનચાલકે માર્યો

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાશવારે તકરારની સમસ્યા યથાવત્

છાશવારે તકરાર માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પરના ભરુડી ટોલનાકા એ વાહનચાલકે એક કર્મચારીને લમધારી નાખતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભરુડી ટોલનાકા ખાતે છેલ્લા પાંચ વર્ષથી ટીસી તરીકે ફરજ બજાવતાં સુનિલસિંહ રામકરણ સેંગર ઉ.વ. 40 ને અહેમદ ઉર્ફે ભાણુભા નામના શખ્સે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323 504 506 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે અહીં છાશવારે આવી ઘટનાઓ બનતી હોવાની પરંપરા વધુ એક વાર ચાલુ રહી છે.

ટોલનાકાના કર્મચારી સુનિલસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ભરુડી ટોલનાકાના લેન બુથ 10 ઉપર ફરજ બજાવી રહ્યા હતા અને ત્યાં રીપેરીંગ કામ ચાલુ હતું ત્યારે ગોંડલ એસટી અને બે એમ્બ્યુલન્સ એમ ત્રણ વાહનો 10 નંબર લેનમાંથી પસાર થતા લેન બુથ ખોલવાની ફરજ પડી હતી અને ત્યારબાદ ફરી બંધ કરી દેવામાં આવ્યું હતું.

દરમિયાન GJ03BW 9634 આવી ચડતા તેને 9 નંબર લેન માં જવાનું કહેતા અહેમદ ઉર્ફે ભાનુભા નામના શખ્સે ઝઘડો કરી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કિસ્સામાં ફરિયાદ નોંધાવાતા પોલીસે આગળની વિધિવત તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...