લોકોની આતુરતાનો અંત:ગોંડલ વિધાનસભાની ટિકિટ ગીતાબાના શિરે; સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, ફટાકડાની આતશબાજી સાથે ભવ્ય ઉજવણી

ગોંડલ25 દિવસ પહેલા

ગોંડલ 73 વિધાનસભા બેઠક ભાજપના ગીતાબા જાડેજાને રિપીટ કરવામાં આવતા જ જયરાજસિંહ જાડેજાના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ગીતાબા જાડેજાને ફુલહાર પહેરાવી, મોં મીઠું કરી, ફટાકડાની આતશબાજી સાથે કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

વધુમાં ગીતાબા જાડેજા અને જ્યોર્તિરાદિત્ય સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગોંડલ વિધાનસભા બેઠક પરથી 25 હજાર થી વધુ લીડથી ભાજપનો ભવ્ય વિજય થશે અને દિલ્હી ખાતે સૌ પ્રથમ કમળ ગોંડલથી મોકલવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે દરેક બેઠક મહત્વની છે. જેથી ગોંડલ વિધાનસભા બેઠક પણ અગત્યની ગણી શકાય છે. આ બેઠક હાલ ભાજપ પાસે છે અને ગીતાબા જાડેજા ગોંડલના ધારાસભ્ય જેમને રીપીટ કરવામાં આવ્યા છે. આ બેઠક હેઠળ ગોંડલ તાલુકો અને દડવા હમીરપરા, કરમાળ કોટડા સહિતના વિસ્તારો આવે છે. છેલ્લી બે ટર્મથી આ બેઠક ભાજપના હાથમાં છે.

ભાજપ દ્વારા ગોંડલ બેઠક માટે ગીતાબા જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કરાતા જયરાજસિંહના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગીતાબાએ SSC સુધીનો અભ્યાસ કર્યો છે. જયરાજસિંહ જાડેજા દ્વારા ગીતાબા માટેના બંગલાનું નામ 'ગીતાવિલા' રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...