કારીગરી:ગોંડલના કલાકારે અરૂણાચલમાં 700 ફૂટ લાંબી દીવાલને રંગબેરંગી ચિત્રોથી સજાવી

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રશ અને એરગનથી પેઇન્ટિંગ કરી નોઇડાની હોસ્પિટલને આપ્યા નવા રંગરૂપ

દેશની ઉંચી ઉંચી ઈમારતો અને લાંબી દીવાલો પર બ્રશ અને એરગનથી પેઇન્ટિંગ કરીને જાણીતા બનેલા ગોંડલના જાણીતા કલાકાર મુનિર બુખારી પેઇન્ટિંગ કલાના કામણથી દેશ, વિદેશના કલાપ્રેમીના દિલ જીતી લીધા છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે આવેલી બાળકોની હોસ્પિટલ, પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થ નોઈડા સેક્ટર 30 જેવી અદ્યતન હોસ્પિટલની દીવાલો ઉપર રંગબેરંગી કલાકારી કરી છે.

હોસ્પિટલનાં નામથી લોકોની ધડકન વધી જતી હોય છે ત્યારે આ કલાકારે કળાની શક્તિ અને મહેનતથી સૌંદર્યપૂર્ણ અને મૈત્રીપૂર્ણ વાતાવરણ ઉભું કર્યું છે. જે ચિત્રોમાં 3D અસર જોવા મળે છે, આવા ચિત્રોથી બાળકો તેમની કલ્પના દ્વારા વધુ સારૂ ભવિષ્ય બનાવી શકે છે.

દેશ વિદેશ ઓસ્ટ્રેલિયા તેમજ અબુધાબીમાં પણ તેમણે પોતાની કલાના કામણથી વિદેશીઓનાદિલ જીતી લીધા છે. ભારતમાં દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, કોઈમ્બતુર,નોઈડા, હરિયાણા, બિહાર, અરુણાચલ પ્રદેશ, તેમજ અનેક જગ્યાએ તેમના દ્વારા વિરાટ પેઇન્ટિંગ પર તેમણે હાથ અજમાવ્યો છે.

આ પ્રોજેક્ટના ટીમ વર્કમાં આર્ટીસ્ટ મુનિર બુખારી, સ્વાતિ વિજય, સહાયક ત્રિવેન્દ્ર પ્રસાદ રહ્યા હતા ડિઝાઇન જોહનસન અને નિકુંજ પ્રજાપતિ જોડાયા હતા. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં સિવિલ સેક્રેટરિયટની અંદાજે 700 ફૂટ લાંબી દીવાલ પર વિરાટ ચિત્ર બનાવીને તેમણે પોતાની આવડતનો નિખાર રજૂ કર્યો હતો. આ લાંબી દીવાલ પર વિવિધ જાતિના લોકોનું સામાજિક જીવન તેમજ હસ્તકલા પધ્ધતિઓ તેમજ પ્રાણી સૃષ્ટિઓ દર્શાવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં તેમની સાથે દિલ્હીના ત્રિવેન્દ્ર પ્રસાદ, કોલકાતાના સાયન મુખર્જી તેમજ અરુણાચલ પ્રદેશના સહાયક આર્ટિસ્ટ સાથે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...