કાર્યવાહી:ગોંડલ પાસે જીઆઇડીસીમાં શ્રમિકના હત્યારાની ધરપકડ, પૈસા મુદ્દે માથાકૂટ થતાં પથ્થર ઝીંક્યો’તો

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગોંડલનાં જામવાડી જીઆઇડીસીમાં રવિવાર રાત્રીનાં મજૂરી કામ કરતા મનુભાઈ ઉર્ફે કિરણભાઇ ભનુભાઇ ઓળવીયા ઉ.40 ની કિશન ઉર્ફે કીસલો વલ્લભભાઈ ચૌહાણે ઝનૂનપૂર્વક જમીન પર પછાડી માર મારી હત્યા નીપજાવી હતી. ડીવાયએસપી પ્રતિપાલ સિંહ ઝાલાએ જણાવ્યું કે મૃતક મનુભાઈ ઉર્ફે કિરણભાઇ તથા કિશન ઉર્ફ કીશલાને મજૂરીનાં પૈસા બાબતે બોલાચાલી થઇ હતી અને ઉશ્કેરાયેલાં કિશને જમીન પર પછાડી માર મારતા મનુભાઈને માથા નાં ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું.

બનાવનાં પગલે પી.આઈ સંગાડાએ તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં હત્યારા કિસનને ઝડપી લીધો હતો. મૃતક મનુભાઈ તથા હત્યારો કિસન બન્ને જીઆઇડીસીના ખાડીયા વિસ્તાર ચુનારાવાડમાં રહેતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ. જો કે આ બન્ને કેટલા સમયથી એકબીજાને ઓળખતા હતા અને મજૂરી ક્યાંથી અને કોની પાસેથી લેવાની થતી હતી એ સહિતની વિગતોની પૂછપરછ જારી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...