પ્રતિમાંનું અનાવરણ:ગોંડલના ગોમટા ગામે પ્રતિમાંનું અનાવરણ કરાયું; બ્લડ ડોનેશન કેમ્પ અને શ્રીનાથજીની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકાના ગોમટા જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ, કારોબારી ચેરમેન, સભ્યો, કર્મચારીગણ, સભાસદો તેમજ ગ્રામજનો દ્વારા સ્વ. મોહનભાઇ પુંજાભાઈ વાછાણીની પ્રતિમા મુકવામાં આવી હતી. આ પ્રતિમાનું અનાવરણ સહકારી ક્ષેત્રના અગ્રણી જયેશ રાદડિયા, પોરબંદર સાંસદના પ્રતિનિધિ સાવન ધડુક, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને બ્રિજેશ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું.

ગોમટા સહકાર ભવન ચોક ખાતે પ્રતિમાં અનાવરણ, રક્તદાન કેમ્પ, મહેમાનોનું સ્વાગત અને શ્રીનાથજી સત્સંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલ માર્કેટયાર્ડના સત્તાધિશો, બહોળી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...