ગોંડલની દીકરીએ દાખલો બેસાડ્યો:જન્મદિવસ નિમિત્તે અંગદાન કરવાનો નિર્ણય કર્યો; નાની ઉંમરની અંગદાન કરનારી સૌ પ્રથમ યુવતી બની ઈતિહાસ રચ્યો

ગોંડલ22 દિવસ પહેલા

ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતિ ખુબ ઓછી છે ત્યારે ગોંડલની પ્રિયંકા દિનેશભાઈ માધડને અંગદાનનો વિચાર આવ્યો. શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઇ માધડની પુત્રીએ પરિવારજનો પાસે અંગદાન કરવાની મંજૂરી માંગી. પરિવારજનોની સહમતિ મળતા તેણીએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો. ગોંડલમાં અંગદાન કરનારી આટલી નાની ઉંમરની સૌ પ્રથમ યુવતી બની ઇતિહાસ રચ્યો છે.

પ્રિયંકાના પિતા સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ છે
પ્રિયંકાના પિતા દિનેશભાઇ માધડ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ છે. તેઓ ઘણા વર્ષોથી નિસ્વાર્થ ભાવે લોકોની સેવામાં જોડાયેલા છે ત્યારે તેમની દિકરીએ પણ તેજ રસ્તે પર ચાલીને લોકસેવામાં એક અનોખો ફાળો આપ્યો છે. તેણે સવિતાબેન કે.વાડોદરિયા ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે પોતાના દેહનું મરણોપરાંત દાન કરવાનો સંકલ્પ કર્યો.પ્રિયંકા માધડ ત્રણ બહેનો અને એક ભાઈના પરિવારમાં મોટા છે.તેમના પિતા દિનેશભાઇ બાલાશ્રમના ચેરમેન રહી સેવા કરી ચૂક્યા છે અને ગોંડલ નગરપાલિકાના સદસ્ય રહી ચૂક્યા છે.

પ્રિયંકા IPSની તૈયારી કરે છે
પ્રિયંકાએ B.com અને માસ્ટર ઓફ LLBનો દિલ્હીમાં અભ્યાસ કર્યો છે અને હાલ IPS બનવાની તૈયારી કરે છે. તેણે પોતાના જન્મદિવસની આ વિશેષ ઉજવણી કરીને લોકોમાં દાખલો બેસાડ્યો. સવિતાબેન કે. વાડોદરિયા ચેરીટેબલ ટ્રસ્ટના ડો.દિપક વાડોદરિયા, ડો.પરાગ રૈયાણી, ડો.અમરદાર ગોંડલીયા અને સ્ટાફ દ્વારા પણ આ યુવતીનું સન્માન કરવામાં આવ્યું અને સૌ લોકોએ આ કાર્યને બિરદાવ્યું.

અન્ય સમાચારો પણ છે...