રાજકોટ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા સંપૂર્ણ સુચારુ રીતે યોજાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પુરી સજ્જતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના નિરીક્ષણ અર્થે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દરેક વિધાનસભા દીઠ જનરલ ઓબ્ઝર્વઓની નિમણુંક કરવામાં આવી છે. જે અન્વયે 73 ગોંડલ વિધાનસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રા દ્વારા અત્યાર સુધીમાં થઈ ગયેલી કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું.
રિટર્નિંગ ઓફિસર સાથે સ્થળ મુલાકાત કરી
જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રાએ રિટર્નિંગ ઓફિસર કે.વી.બાટી સાથે ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ બુથ રૂટ, પોલિંગ સ્ટેશનો, સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી હતી. તેમજ મતદાન મથક ઉપર રેમ્પ, પીવાનું પાણી, શૌચાલય, ઇલેક્ટ્રિસિટી, સુરક્ષા વ્યવસ્થા સાહિતની આનુસંગિક વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને સુનિશ્ચિત કરી હતી. વધુમાં સિંગલ વિન્ડો સિસ્ટમની કામગીરીનો રિવ્યુ પણ લીધો હતો. જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રાએ સ્થળ મુલાકાત કરીને 1ડિસેમ્બરના રોજ 73 ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં સુચારુ રીતે મતદાન પ્રક્રિયા થાય તેવા દરેક પાસાઓ વિશે વિગતવાર જાણકારી મેળવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.