રજૂઆત:ગોંડલમાં ગેસ એજન્સી સિલિન્ડર દેવામાં ગરબડ કરતી હોવાની ઉઠતી બૂમરાણ

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક ગેસ એજન્સીની લાલિયાવાડી બંધ કરાવવા થશે રજૂઆત
  • કેશ મેમો બની ગયા પછી પણ પાંચ દિવસ સુધી બાટલો મળતો નથી !

ગોંડલ ખાતે આવેલી ખાનગી ગેસ એજન્સી દ્વારા તેના ગ્રાહકોને ગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં ગરબડ આચરવામાં આવતી હોવાની વ્યાપક બૂમ ઉઠવા પામી છે. હાલમાં ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે ડિજિટલ સુવિધા અમલમાં છે ત્યારે રીફીલ બુકિંગ અંગે કેશ મેમો બની ગયાનો મેસેજ જે - તે ગ્રાહકને તેના મોબાઇલમાં મળ્યા પછી પાંચ- પાંચ દિવસે સિલિન્ડર મળતું નથી. આ વિલંબ માટે ગ્રાહક એજન્સીને આગળની પૂછપરછ પણ કરી શકતો નથી, કારણકે એજન્સીના સંપર્ક માટે લેન્ડલાઈન અને મોબાઇલ નંબર રિસીવ થતા નથી.

રૂબરૂ ધક્કો ખાઈ પૂછપરછ કરવામાં આવે તો આજ -કાલમાં આવી જશે તેઓ જવાબ વાળી દેવાય છે. એક બાજુ પ્રધાનમંત્રી દ્વારા ઉજ્જવલા યોજના થકી લોકોને રીફીલ ફ્રી આપવામાં આવે છે તો બીજી બાજુ એજન્સી સંચાલકો ઉપરથી હજુ ગાડી ન આવ્યાનું જણાવી રહ્યા છે, પોતાના અંગત કમિશનના સ્વાર્થ ખાતર અને ડીલેવરી મેનને વધુ વળતર ન ચુકવવા માટે જાણીજોઈને રીફીલની ડિલિવરી ન કરતાં હોવાનુ ચર્ચાઈ રહ્યું છે.

અંતે લોકો એજન્સીએ ધક્કો ખાઈ પોતાનું રીફીલ લઈ આવતાં હોવાનું સરેઆમ દેખાય છે ત્યારે હવે રીફીલ બુકિંગ અંગે કેશ મેમો બની ગયો હોય તે મેસેજ સાચો માનવામાં આવે તો એ સિલિન્ડર જે તે ગ્રાહકને મળવાને બદલે ક્યાં પગ કરી જાય છે??! અને જો મેસેજ ખોટો જ હોય તો ગ્રાહકને શું કામ મોકલવામાં આવે છે?? તેવા સવાલો ઉઠ્યા છે. સ્થાનિક ગેસ એજન્સીની આવી લાલીયાવાડી સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી રહી છે.

ઓનલાઇન બુકિંગ અને કેશમેમો બનવાની આખી વિધિ ઘરે બેઠાં જ થતી હોય ગ્રાહકોને બાટલો કેમ નથી મળ્યો તેનું સ્ટેટસ જાણવા મળતું નથી અને અંતે રાહ જોયા બાદ ગેસ એજન્સીનો સંપર્ક કરવાનો વારો આવે છે ત્યારે બને છે એવું કે ફોન રિસિવ કરવાવાળું પણ હોતું નથી કે જેઓ જવાબ આપી શકે.

વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણેશોત્સવમાં 71 કિલો ચૂરમાનો લાડુ ધરાવાયો
વાંકાનેરમાં આયોજિત ગણેશોત્સવમાં ભગવાનને 71 કિલો ચૂરમાનો લાડુ ધરવામાં આવ્યો હતો. માર્કેટ ચોક કા રાજા ગણેશોત્સવમાં ભવ્યાતિભવ્ય મહાઆરતી યોજાઇ હતી, જેમાં વાંકાનેરના ઉદ્યોગપતિ પ્રજ્ઞેશ પટેલ ખાસ હાજર રહ્યા હતા. ટાઉન હોલ ખાતે યોજાયેલા સમારોહમાં ગણેશ મહોત્સવ સમિતિ અને પૂર્વ નગરપતિ જીતુ સોમાણીના ઉપક્રમે ભવ્ય પંડાલ ખડો કરવામાં આવ્યો છે, જેમાં નિત્ય આરતી કરવામાં આવી રહી છે.

10 દિવસના મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે-સાથે 71 કિલો વજન ધરાવતો ચૂરમાનો લાડુ બનાવી ભગવાનને ધરવામાં આવ્યો હતો, સાથે સાથે પ્રાર્થના કરવામાં આવી હતી કે, લોકોના જીવનમાં આ જ રીતે મીઠાશ બની રહે. મહાઆરતીની સાથે-સાથે ગર્લ્સ હાઇસ્કૂલની બાળાઓએ શ્રીજી સમક્ષ સંગીતમય શૈલીમાં ગરબે ઘૂમીને ઉપસ્થિત સર્વેને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તસવીર મુકેશ પંડ્યા

અન્ય સમાચારો પણ છે...