ગોંડલની ગંગોત્રી સ્કૂલે એક ગૌરવશાળી સફળતા મેળવી છે જે ગંગોત્રી પરિવાર માટે ગર્વની ક્ષણ છે. કારણ કે, ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કૂલને ભારતની ટોચની 500 સ્કૂલમાંથી સ્કૂલ એક્સલેન્સ એવોર્ડ આપવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રની એક માત્ર પુરસ્કૃત સ્કૂલ
સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ એક માત્ર એવી સ્કૂલ છે. જેને ભારતની ટોચની 500 સ્કૂલમાં સમાવિષ્ટ કરી ફરી પુરસ્કૃત કરવામાં આવી છે. આ પુરસ્કાર એસ. પી. સિંહ બધેલ (કાયદા અને ન્યાય રાજ્યમંત્રી, ભારત સરકાર) દ્વારા આપવામાં આવ્યો હતો. આ ઇવેન્ટનું આયોજન ET TECH X અને Brain Feed દ્વારા દિલ્હી ખાતે આયોજિત તેમની 10મી નેશનલ કોન્ફરન્સમાં કરવામાં આવ્યું હતું.
વિચારો અને દ્રષ્ટિ કોણની આપ-લે કરી
ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અને ફાઉન્ડર સંદીપ છોટાળાએ કાયદા અને ન્યાય રાજ્યમંત્રી એસ. પી. સિંહ બધેલ સાથે વાર્તાલાપ કરી શિક્ષણ વિશે પોતાનાં વિચારો અને દ્રષ્ટિ કોણની આપ-લે કરી હતી. સમર્પિત ટીમ વર્ક, સતત શીખવાની વૃત્તિ તેમજ નવીનતા લાવવાનો પ્રયાસ તેમજ ધ્યેયલક્ષી અભિગમ વિના આ પુરસ્કાર મેળવવોએ અશક્ય હતો.
વધુમાં સંદીપ છોટાળા એ જણાવ્યું હતું કે, અમે અમારા શિક્ષકો અને ટીમનો તેમના પુરુષાર્થ અને સમર્પણ માટે આભાર માનીએ છીએ. અમે અમારા વિદ્યાર્થીઓના માતા-પિતાના સતત મળતાં સહયોગ બદલ તેમજ ગંગોત્રી સ્કૂલમાં વિશ્વાસ મુકવા બદલ આભાર માનીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.