ગોંડલમાં ગણેશ વિસર્જનની તૈયારી:પોલીસ બંદોબસ્ત વચ્ચે વોરાકોટડાની ધાબી પાસે ગણેશ વિસર્જન થશે, 20 જેટલા ફાયર જવાનો ખડેપગે રહેશે

ગોંડલ21 દિવસ પહેલા

ગોંડલમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવના પંડાલ ઉભા કરીને ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે. અનેક નાના મોટા ગણેશ મહારાજની ઓફિસો, ઘરે, ફેકટરી, સોસાયટી સહિતના સ્થળો પર ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. 10 દિવસ સુધી અલગ અલગ થાળ અને શણગાર સાથે ગણેશ ઉત્સવો ઉજવે છે, ત્યારે તંત્ર દ્વારા ગણેશ વિસર્જન ગોંડલ વોરાકોટડા ધાબીએ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી ચુકી છે.

વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ગોંડલ તાલુકા પોલીસના PSI ડી.પી.ઝાલા, પોલીસ સ્ટાફ અને GRD જવાનો સહિત 40 જેટલા પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે. ગોંડલ નગરપાલિકાના ફાયર ઓફિસર સહિત 20 જેટલા ફાયર જવાનો ખડેપગે રાખવામાં આવ્યા છે. વિસર્જન સ્થળ પર તમામ નાની મોટી મૂર્તિ વિસર્જન સમયે એન્ટ્રી કરાવવાની રહેશે. આ વર્ષે ધાબી પાસે ટ્રાફિક ન સર્જાય તેને લઈને આગળ વિશાળ પાર્કિંગ રાખવામાં આવ્યું છે અને વિસર્જન સમયે 5 જેટલા લોકો એજ હાજર રહેવું સ્થળ પર એક ક્રેઇન પણ રાખવામાં આવશે.

ફાયર સ્ટાફ દ્વારા નાની મૂર્તિને ફાયર દ્વારા એક તરાપો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ફાયર સ્ટાફના જવાનો નાની મૂર્તિ તરાપોમાં લઈને જઈને નદીમાં વચ્ચે વિસર્જન કરવામાં આવશે. જ્યારે મોટી મૂર્તિને ક્રેનની મદદથી સીધી જ નદીમાં વિસર્જન કરવામાં આવશે.

આજે ગોંડલ નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ પ્રવીણભાઈ રૈયાણી, ચંદુભાઈ ડાભી, મનીષભાઈ રૈયાણી, ફાયર ઓફિસર, સહિતના લોકો સ્થળ પર પોહચ્યાં હતા અને કઈ રીતે મૂર્તિ વિસર્જન કરવું તેને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...