'અગલે બરસ તું જલ્દી આના':ગોંડલ વોરકોટડા પાસે આવેલ ધાબીમાં ગણેશ વિસર્જન, સાંજ સુધીમાં 250 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરાયું

ગોંડલ22 દિવસ પહેલા

ગોંડલમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવના પંડાલ ઉભા કરીને ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે. અનેક નાના મોટા ગણેશ મહારાજની ઓફિસો, ઘરે, ફેકટરી, સોસાયટી સહિતના સ્થળો પર ગણેશ સ્થાપના કરવામાં આવી રહી છે. 10 દિવસ સુધી અલગ અલગ થાળ અને શણગાર સાથે ગણેશ ઉત્સવો ઉજવે છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિસર્જન ગોંડલ વોરાકોટડા ધાબી એ પાસે રાખવામાં આવ્યું છે.

વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને ગોંડલ શહેરના PI એમ.આર.સંગાળા, તાલુકા પોલીસના PSI ડી.પી.ઝાલા, મહિલા પોલીસ, GRD જવાનો, સહિત 40 જેટલા પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે. બોડી કેમેરા સાથે પણ પોલીસ જવાનો ખડેપગે રાખવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા મેડિકલ ટિમ, એમ્બ્યુલન્સ સહિતના ઇમરજન્સી વાહનો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ગોંડલ નગરપાલિકાના ફાયર ઓફિસર સહિત 20 જેટલા ફાયર જવાનો ખડેપગે રાખવામાં આવ્યા છે.

વિસર્જન સ્થળ પર તમામ નાની મોટી મૂર્તિ વિસર્જન સમયે એન્ટ્રી કરવામાં આવે છે. આ વર્ષે ધાબી પાસે ટ્રાફિકના સર્જાય તેને લઈને આગળ વિશાળ પાર્કિંગ રાખવામાં આવ્યું છે. વિસર્જન કરવા માટે 5 જેટલા વ્યક્તિ ગણેશની મૂર્તિ ફાયર જવાનને સોંપી આપે છે. ત્યારબાદ ફાયર જવાનો મૂર્તિને લઈને નદીની વચ્ચે વિસર્જન કરે છે. મોટી મૂર્તિને ક્રેઇનની મદદથી નદીમાં વિસર્જન કરે છે.

ફાયર સ્ટાફ દ્વારા નાની મૂર્તિને ફાયર દ્વારા એક તરાપો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ફાયર સ્ટાફના જવાનો નાની મૂર્તિ તરાપોમાં લઈ જઈને નદીમાં વચ્ચે વિસર્જન કરવામાં આવશે. જ્યારે મોટી મૂર્તિને ક્રેનની મદદથી સીધી જ નદીમાં વિસર્જન કરવામાં આવશે.

ગોંડલ નગરપાલિકા ચીફ ઓફિસર એ.જે વ્યાસ, ગોંડલ નાગરિક બેન્ક ના ચેરમેન અશોકભાઈ પીપળીયા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી, ઉપપ્રમુખ ગૌતમભાઈ સિંધવ, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, બાંધકામ શાખાના ચેરમેન ચંદુભાઈ ડાભી, મનીષભાઈ રૈયાણી, ધીરુભાઈ સરધારા ફાયર ઓફિસર, સહિતના લોકો સ્થળ ઉપસ્થિત રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...