વિશ્વેશ્વર મંદિર ગ્રુપ દ્વારા ગણેશોત્સવનું આયોજન:ગોંડલ ખાતે ગણેશ ઉત્સવમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો; વેશભૂષા, રાસ ગરબા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન

ગોંડલ18 દિવસ પહેલા

ગોંડલ પુનિતનગરમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે 14 વર્ષથી ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. પુનિતનગરના રજવાડી રાજાને રજવાડી થિમ્સની ડિઝાઇન તૈયાર કરવામાં આવી. ગણેશ પંડાલમાં શિવજીના સહ પરિવાર સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી.

ગણેશ મહોત્સવમાં આરતી સ્પર્ધા, વેશભૂષા, રાસ ગરબા, સંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. અને ગણેશજીને 56 ભોગનો અન્નકોટ ધરવામાં આવ્યો હતો. વિશ્વેશ્વર મંદિર ગ્રુપ તરફથી એક વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. શિવજીના પરિવાર સાથે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. નાના બાળકોને અલગ અલગ ડ્રેસકોર્ડમાં શંકર, પાર્વતી, કાર્તિકેય, ગણેશ અને ગણેશની પુત્રી સંતોષી માતાજીના પહેરવેશ પહેરાવીને કેક કાપીને ઉજવણી કરી હતી. ગોંડલમાં તાજેતરમાં દિનેશભાઇ માધડની પુત્રી પ્રિયંકા માધડ દ્વારા પોતાના જન્મદિવસ નિમિતે પોતાના દેહનું અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. તે યુવતીનું વિશ્વેશ્વર મંદિર ગ્રુપ દ્વારા નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા 2009થી ગણપતિ સ્થાપના કરે છે. 2022માં 3 ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. રોજિંદા 300 જેટલા ભક્તો આરતીના દર્શનનો લાભ લે છે. 40 જેટલા નાના મોટા સભ્યો આ ગ્રુપમાં જોડાયેલા છે. પુનિત નગર સોસાયટીના સર્વે પરિવારજનોનો આ ઉત્સવમાં સહયોગ જોવા મળે છે. વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા કોરોનાકાળમાં ઓક્સિજનની અનેક સેવા પુરી પાડી હતી અને અનેક લોકોને ભોજન પૂરું પાડ્યું હતું. ગોંડલમાં સૌ પ્રથમ વેક્સિનેશનનો કેમ્પ પુનિત નગર ખાતેથી શરૂ થયો હતો. આ ગ્રુપ દ્વારા સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝનોને પણ પોતાના ખર્ચે, પોતાના વાહનોમાં સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન આપવામાં માટે પહોંચાડ્યા હતા. અનેક સરકારી યોજનાના કેમ્પો પણ આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. આ ગ્રુપ હર હંમેશ અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...