ગોંડલમાં જરૂરીયાતમંદ બાળકો માટે શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ કોટિનું શિક્ષણ આપવાના હેતુથી એક નવી વિચારધારા સાથે અતિ આધુનિક સંઘાણી ફાઉન્ડેશન પ્લેહાઉસ એન્ડ નર્સરી પાંચ વર્ષથી કાર્યરત છે. કોઈપણ પ્રકારની ફી લીધા વગર બાળકોને અંગ્રેજીના અભ્યાસ સાથે રમત ગમત, સંગીત, કળા અને અન્ય પ્રવૃતિઓમાં પણ માર્ગદર્શન અપાય છે.
આધુનિક રમત ગમતના સાધનો સાથે શિક્ષણ અપાય છે, જેના લીધે બાળકોને ભણતરનો ભાર લાગતો નથી. અત્યારે મોંઘવારીના જમાનામાં અંગ્રેજી બાળકોને ભણાવવુંએ દરેક મા-બાપનું સ્વપ્ન હોય છે. પરંતુ ફીના ઉંચા ધોરણો એક અવરોધરૂપ છે. ઘણીવાર ઉંચી ફી ચૂકવવા છતાં પણ ધાર્યું પરિણામ મળતું નથી. સંઘાણી ફાઉન્ડેશન પ્લેહાઉસ એન્ડ નર્સરી એક એવી સંસ્થા છે, જે સામાજિક સવલતોથી વંચિત બાળકોને ખીલવવાની સુંદર તક પૂરી પાડશે.
ગોંડલના જ સ્વ. જગન્નાથ સૌભાગ્યચંદ સંઘાણીના કુટુંબીજનો વતી રાજકોટ નિવાસી ભુપતભાઈ ચુનીલાલ સંઘાણી અને તેમના પુત્ર વિક્રમભાઈ દ્વારા સંઘાણી ફાઉન્ડેશનની આ એક સેવાનુ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. એક બાળક દીઠ અંદાજીત રૂ 10,000 નો ખર્ચ ફાઉન્ડેશન ભોગવે છે. રાજકોટની ખ્ય્તાનામ સ્કૂલમાં વાઇસ પ્રિન્સીપાલ માલિનીબેન શાહની દેખરેખ નીચે આ બધું સંચાલન થાય છે.
અંતર રાષ્ટ્રીય કક્ષાની તાલીમ બાળકોને આપવા ઇચ્છતા વાલીઓએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી અને સુશિક્ષિત શિક્ષકો બાળકોને તાલીમ આપશે. આ પ્લેહાઉસ ભોજરાજપરા મેન રોડ પર પીરની આંબલી સામેના મકાનમાં કાયમી ધોરણે કાર્યરત છે. 01-06-2018 પહેલા જન્મેલા ત્રણ થી પાંચ વર્ષના બાળકોના જુન 2022 સત્ર માટે પ્રવેશ માટે સવારે 09 થી 12 દરમિયાન સંપર્ક કરવા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.