તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ભુવનેશ્વરી પીઠના આચાર્યની પુત્રીના ખાતામાંથી 3.80 લાખની છેતરપિંડી, ઓનલાઈન નેટ બેન્કિંગથી 14 ટ્રાન્ઝેકશન્સમાં નાણાં ઉપડી ગયા

ગોંડલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં છેલ્લા 30 વર્ષથી ખાતું ચાલતું હતું

વિશ્વ વિખ્યાત ગોંડલના ભુવનેશ્વરી મંદિરના આચાર્ય ઘનશ્યામજી મહારાજની પુત્રી ના 30 વર્ષ જૂના બેંક એકાઉન્ટમાંથી નેટ બેન્કિંગ દ્વારા ગઠિયાએ આશરે 14 જેટલા ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા 380437ની છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે લોકો ઓનલાઇન નેટબેંકિંગનો ઉપયોગ કરે છે તેઓ સાયબર ક્રાઇમથી વાકેફ હોય જ છે તેમ છતાં શાતિર દિમાગના શખ્સે ચતુરાઇ વાપરી તેમના ખાતામાંથી કટકે કટકે 3.80 લાખથી વધુ ઉસેડી લીધા હતા અને બાદમાં જ્યારે તેમને જાણ થઇ ત્યારે ઘણું મોડું થઇ જતાં આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના સુપ્રસિધ્ધ યાત્રાધામ ભુવનેશ્વરી મંદિરના આચાર્યના પુત્રી બેંગ્લોર રહેતા નમ્રતાબેન પિનલભાઈ જોશીના ગોંડલ સ્થિત જૂની કોર્પોરેશન બેન્ક જે હાલે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના બેંક એકાઉન્ટમાંથી નેટ બેન્કિંગ દ્વારા રાહુલ અગ્રવાલ નામના શખ્સે આશરે 14 જેટલા ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા 380437 ની છેતરપિંડી કરી હોવાનું ધ્યાને આવતા આ અંગેની ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 419, આઇટી એક્ટ કલમ 66 સી ડી, મુજબ ગુનો નોંધી પી.આઈ એમ આર સંગાડાએ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા હાલ રાહુલ અગ્રવાલે કઇ રીતે આ છેતરિંડીને અજામ આપ્યો તે અંગેની ખાસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...