તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:ગોંડલ તાલુકાના મોટા સખપર ગામે જુગાર રમતાં ચાર ઝડપાયા

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકાના મોટા સખપર ગામે રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવી જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર શકુનિઓને રૂ. ૩૨,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોટા સખપર ગામે ભરત બાબાલાલ રાદડિયા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો ભેગા કરી જુગાર રમવાના સાધન સગવડ પૂરા પાડી અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી તીન પત્તીનો જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે તાલુકા પી.એસ.આઇ એમ જે પરમાર, હેડ કોન્સ્ટેબલ કૃષ્ણરાજ સિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, વિશ્વજીતસિંહ જાડેજા સહિતનાઓએ દરોડો પાડી જુગાર રમી રહેલા ભરત બાવાલાલ રાદડિયા, પ્રતાપ અરજણભાઈ દેથળીયા, વિનુ ખીમજીભાઈ રાઠોડ, અને રાજેશ અરજણભાઈ ગરણીયા ને રૂપિયા ૩૨,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...