તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:ACPના કમાન્ડોની હત્યામાં ચારને આજીવન કેદ

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલના મેસપરમાં કોન્સ્ટેબલ જાડેજાના હત્યા કેસમાં બાળ આરોપીને જુવેનાઇલ બોર્ડમાં નિર્ણયાધીન

ગોંડલ તાલુકાના મેસપર ગામે તાલુકા પંચાયતની ચૂંટણી સબંધી વેરઝેર સબબ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજાની હત્યા અને તેના પિતરાઈ અનિરૂધ્ધસિંહ જાડેજાની હત્યાની કોશિષના ગુનામાં ચાર આરોપીને આજીવન કેદની સજા ગોંડલના સેશન્સ જજ એચ.પી. મહેતાએ ફરમાવી છે. અત્રે નોંધનીય છે કે મૃતક એસીપીના કમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, ગોંડલના મેસપરમાં વર્ષ–૨૦૧૭માં પંચાયતની ચૂંટણીઓમાં થયેલી હરિફાઈના લીધે મેસપરના રહિશો રાજેન્દ્રસિંહ જટુભા જાડેજા, માધુભા પ્રવિણસિંહ જાડેજા, મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા, ક્રિપાલસિંહ અજીતસિંહ જાડેજા અને બાળ આરોપી અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાનાએ અનિરૂધ્ધસિંહ જાડેજાને મોટર સાઈકલ ઉપરથી પછાડી તેના માથા ઉપર કુહાડીનો ઘા મારી હત્યાની કોશિષ કરી હતી. અનિરૂધ્ધસિંહે પોતે મરી ગયા હોવાનું નાટક કર્યું હતું. આથી પાંચેય આરોપીએ માની લીધું કે તેમનું મોત થઇ ગયું અને અે જ વખતે સામેથી આવી રહેલા કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજાને પણ આ પાંચેય આરોપી મોટર સાઈકલ ઉપરથી પછાડી દઈ તલવાર, ધારીયુ અને કુહાડીથી મારવા લાગ્યા હતા. આ સમગ્ર બનાવ અનિરૂદ્ધસિંહ જાડેજાએ નજરે જોયો હતો. ત્યારબાદ પાંચેયે નરેન્દ્રસિંહ જાડેજાને પોતાની વાડીએ લઈ જઇ તેમની હત્યા કરી નાખી હતી. નરેન્દ્રસિંહનુ અપહરણ થયાની સમગ્ર હકિકત અનિરૂધ્ધસિંહે નજરે જોઇ હતી. તા.૧૨/૦૫/૨૦૧૮ ના રોજ બનેલા આ બનાવ બાદ આરોપી રાજેન્દ્રસિંહ જાડેજા પોલીસ સમક્ષ રજૂ થઇ ગયો અને બીજા ચાર આરોપી તા.૧૮/૦૫/૨૦૧૮ ના રોજ પોલીસ સમક્ષ રજૂ થયા હતા. પોલીસે આ આરોપીઓના બનાવ સમયે પહેરેલા જે કપડા કબ્જે કર્યા તેમાંથી રાજેન્દ્રસિંહ જાડેજાના કપડા ઉપર તથા કુહાડી ઉપર નરેન્દ્રસિંહ જાડેજાના લોહીના ડાઘ મળી આવ્યા હતા. આથી બાકીના ચાર આરોપીએ જે તે સમયે એવી દલીલ કરી હતી કે તેઓના નામ ખોટી રીતે આપવામાં આવ્યા છે.

આ કેસની તલસ્પર્શી તપાસ આગળ વધતાં સરકારી વકિલએ એવો ભારપૂર્વક તર્ક લગાવ્યો હતો કે અનિરૂદ્ધસિંહ જાડેજાને મોટર સાઈકલ ઉપરથી પછાડી તેને શરીર ઉપર અસંખ્ય ઈજાઓ કરવી તેમજ નરેન્દ્રસિંહ જાડેજાને ઈજાઓ કરી તેને અર્ધબેભાન અવસ્થામાં વાડી ઉપર લઈ જવા, આ સમગ્ર કાર્યવાહી માટે બેથી વધુ વ્યકિત હોવી અનિવાર્ય છે. એક જ વ્યક્તિ બે વ્યક્તિને ઈજા કરી એકનુ મૃત્યુ નિપજાવે તે અશકય છે. આ તમામ રજૂઆતો ઘ્યાનમાં લઈ નામ. અધિક સેશન્સ જજ એચ. પી. મહેતાએ આરોપી રાજેન્દ્રસિંહ જટુભા જાડેજા, માધુભા પ્રવિણસિંહ જાડેજા, મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા, ક્રિપાલસિંહ અજીતસિંહ જાડેજાને હત્યા અને હત્યાની કોશિષના ગુના સબબ આજીવન કેદની સજા ફરમાવી છે.

અન્ય સમાચારો પણ છે...