ફરજ પર નશો કરતાં ઝડપાયા:ગોંડલ એસટી ડેપોના ત્રણ કર્મચારીઓ સહિત ચાર શખ્સો નશીલી હાલતમાં ઝડપાયા; પોલીસે કાર્યવાહી હાથ ધરી

ગોંડલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેરના એસટી ડેપો ખાતે રોજિંદા હજારો મુસાફરો આવન જાવન કરતા હોય છે. ત્યારે અતિ વ્યસ્ત જગ્યાએ પણ વર્કશોપમાં ત્રણ ડેપો કર્મચારી સહિત ચાર શખ્સોને પોલીસે નશીલી હાલતમાં ઝડપી લેતા બસ સ્ટેન્ડમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, એસટી ડેપોના હેલ્પર મનીષ છગનભાઈ ધોળકિયા, હેલ્પર હરેશ લવજી બગડા, મિકેનિક ભરત શંભુ હોથી, અને હરેશ દ્વારકાદાસ દાણીઘારીયા એસટી ડેપો પર જ નશો કરી રહ્યાં હતા. જેથી નશીલી હાલતમાં ઝડપાઇ જતા એસટીના અધિકારીઓને તેના ત્રણેય કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ચોથા શખ્સ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...