ગોંડલના દેરડી કુંભાજી પાસે છોટાહાથી પલ્ટી મારી જતાં પીપળીયાના ભરતસિંહ તેના પત્ની, પુત્ર અને ડ્રાઈવરને ઈજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. કોઇ કારણોસર ડ્રાઇવરને ઝોકું આવી ગયું હતું અને તેણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને છોટાહાથીને અકસ્માત નડ્યો હતો. ગોંડલનાં પીપળીયામાં રહેતાં ભરતસિંહ અનુપસિંહ જાડેજા (ઉ.વ.32) તેના પત્ની જયશ્રીબા (ઉ.વ.28) અને પુત્ર કિષ્નાપાલ (ઉ.વ.૩) ગોંડલ નજીક આવેલા દેરડી કુંભાજી પ્રસંગમાં ગયા હતાં.
જયાંથી આજે વહેલી સવારે પરત ફરવા માટે જેતપુર રહેતાં અને છોટાહાથી ચલાવતા ચંદ્રેશભાઈ મોહનભાઈ સોલંકી (ઉ.વ.31)ને ફોન કરીને ભાડા માટે દેરડી કુંભાજી બોલાવ્યા હતાં. જયાંથી સવારે 4 વાગ્યે ત્યાંથી નિકળ્યા બાદ દેરડીકુંભાજી અને પીપળીયા વચ્ચે પહોંચતા ડ્રાઈવર ચંદ્રેશભાઈને ઝોલું આવી જતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા છોટાહાથી પલ્ટી મારી ગયું હતું. અને ઘટના સ્થળે માણસો એકઠાં થતા છોટાહાથીમાં સવાર ચારેયને બહાર કાઢીને 108 મારફતે સારવારમાં રાજકોટ સિવિલ ખસેડ્યા હતાં. વધુમાં ઈજાગ્રસ્ત ભરતસિંહ શકિતમાન કંપનીમાં નોકરી કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.