તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ભરુડીના ઉપસરપંચે દબાણ હટાવવાનું કહેતા ચાર શખ્સનો હુમલો

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકાના ભરૂડી ગામે સરકારી ખરાબામાં દબાણ થયું હોય ઉપસરપંચ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કહેતા માઠું લાગતા ચાર શખ્સોએ જીવલેણ હુમલો કરતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. ઉલ્લેખનીય બાબત તો એ હતી કે આ જ મુદે પાંચ વર્ષ પહેલાં પણ માથાકૂટ થઇ હતી અને ઉપસરપંચે દબાણ હટાવી લેવાનું કહેતા આ શખ્સોને લાગી આવ્યું હતું અને હુમલો કર્યો હતો, જે તે સમયે પોલીસ ફરિયાદ પણ થઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરની ખોજા સોસાયટીમાં રહેતા અને ભરૂડી ગામે ઉપ સરપંચ તરીકે સેવા આપતા હરિશ્ચંદ્રસિંહ મંગળસિંહ જાડેજા દ્વારા ભરૂડી ગામની સરકારી ખરાબાની જમીન સર્વે નંબર 177 માં શક્તિસિંહ અમરસિંહ જાડેજા દ્વારા દબાણ કરવામાં આવ્યું હોય જે ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કહેતા માઠું લાગતા શક્તિસિંહ અમરસિંહ જાડેજા તેના પુત્ર અર્જુનસિંહ, ઋતુરાજસિંહ મુકુંદસિંહ જાડેજા અને એક અજાણ્યા શખ્સે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 352, 323, 114 જીપીએફ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...