એકાએક આગ ભભૂકી ઊઠી:શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ ઝોનના કારખાનામાં વિકરાળ આગ લાગતાં અફરાતફરી મચી, રાજકોટ, ગોંડલ અને શાપરના ફાયર ફાઇટરો દોડ્યા, લાખોનું નુકસાન

ગોંડલએક મહિનો પહેલા

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલ જગદીશ ટેકનો કાસ્ટિંગ નામના કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાની જાણ શાપર વેરાવર ફાયરને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવવા આવ્યો હતો.

રાજકોટ, ગોંડલ અને શાપર સહિત 3 ફાયર ટીમ ઘટના સ્થળે આવી પહોંચી
શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલ જગદીશ ટેકનોકાસ્ટિંગ નામના કારખાનામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી હતી. કાસ્ટિંગ બનાવવાનું કારખાનું છે, જેમાં ફોર્મ કેમિકલમાં આગ લાગી હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે એક કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. લાખો રૂપિયાનું નુક્શાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગોંડલ, શાપર, રાજકોટના ફાયર સ્ટાફ દ્વારા આગ પર સતત દોઢ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ શાપર વેરાવળ પોલીસ‌ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...