આગ:ગોંડલ યાર્ડમાં વેપારીના 500 મણ કપાસમાં આગ

ગોંડલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો
  • આગની જાણ થતાં જ ફાયરના જવાનો દોડ્યા

ગોંડલ માર્કેટીંગયાર્ડમાં કપાસના ગ્રાઉન્ડમાં વેપારીએ ખરીદી કરેલા કપાસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. ગોંડલ માર્કેટયાર્ડના પાણીના ટ્રેક્ટરો, અને ગોંડલ નગરપાલિકાના 2 ફાયર ફાઈટરે સતત એક કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આગના પગલે જંગી નુકસાન થયાનું સામે આવ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ માર્કેટયાર્ડમાં આજે સવારથી જ કપાસની આવક જોવા મળી હતી. જેમાં કપાસના ગ્રાઉન્ડમાં પડેલો એમ.જે.ટ્રેડિંગના જીતેન્દ્રભાઈ એ 500 મણ કપાસની ખરીદી કરી હતી જેમાં અગમ્ય કારણોસર આગ લાગતા ગોંડલ નગર પાલિકાના 2 ફાયર અને માર્કેટયાર્ડના પાણીના ટ્રેક્ટર દોડી ગયા હતા, અને કર્મચારીઓએ પણ દોડી જઇને સતત 1 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જીતેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે હજુ તો મેં કપાસની ખરીદી કરી અને તરત જ તેમાં આગ લાગતાં તે ભસ્મીભૂત થઇ ગયો છે. જોકે આગ શા કારણે લાગી તે અંગેની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...