ગોંડલમાં આગની ઘટના:ગોંડલ જામવાળી જીઆઇડીસી દિપાલી ઈન્ડસ્ટ્રીઝમાં શોટર્સર્કિટ ના કારણે આગ ભભૂકી ઉઠી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સીંગદાણા ભરવાનો મેળો તેમજ ત્રણ એક્સપીલર સહિત 50 લાખનો મુદ્દામાલ સળગી ગયો

ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસીમાં આવેલ દિપાલી ઇન્ડસ્ટ્રીઝ માં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા મશીનરી સહિત સિંગદાણાનો જથ્થો બળીને ખાખ થઇ જવા પામ્યો હતો અંદાજે 50 લાખનું નુકસાન થયું.

પ્રાપ્ત વિગતો મુજબ જામવાડી જીઆઇડીસીમાં ભીખાભાઇ રામાણી તેમજ રાજુભાઈ રામાણીની દિપાલી ઈન્ડસ્ટ્રીઝમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા પાલિકાના ફાયર ફાઈટર અને જાણકારી પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ આ દરમિયાન સીંગદાણા ભરવા નો મેળો તેમજ ત્રણ એક્સ પિલર આગની ઝપટમાં ચડી ગયા હોય બળીને ખાખ થઈ જવા પામ્યા હતા આ ઉપરાંત 40 ટન જેવા સીંગદાણા પણ બળી ગયા હતા. દિપાલી ઈન્ડસ્ટ્રીઝમાં અંદાજે 50 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું એવું ઇન્ડસ્ટ્રીઝના માલિક રાજુભાઈ રામાણીએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...