• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • Fire Broke Out In 500 Maunds Of Cotton Bought By A Trader In Gondal Marketyard; The Fire Was Brought Under Control After Using Water Cannon For 1 Hour

અગમ્ય કારણોસર કપાસમાં આગ:ગોંડલ માર્કેટયાર્ડમાં વેપારીએ ખરીદેલા 500 મણ કપાસમાં આગ ભભૂકી; 1 કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

ગોંડલએક મહિનો પહેલા

ગોંડલ માર્કેટયાર્ડમાં વેપારીએ ખરીદી કરેલા કપાસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ગોંડલ માર્કેટયાર્ડના પાણીના ટ્રેક્ટરો અને નગરપાલિકાના 2 ફાયર ફાઈટરોએ સતત એક કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

સતત 1 કલાકથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ માર્કેટયાર્ડમાં આજ સવારથી જ કપાસની આવક જોવા મળી હતી. જેમાં કપાસના ગ્રાઉન્ડમાં પડેલા એમ.જે.ટ્રેડિંગના જીતેન્દ્રએ 500 મણ કપાસની ખરીદી કરી હતી. જેમાં અગમ્ય કારણોસર આગ લાગતાં ગોંડલ નગરપાલિકાના 2 ફાયર અને માર્કેટયાર્ડના પાણીના ટ્રેક્ટરો અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને સતત 1 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. કપાસમાં આગ લાગતાં આશરે દોઢ લાખનું નુકસાન થયું હોવાનું જીતેન્દ્રએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...