દુર્ઘટના:ગોંડલ-જામવાડી જીઆઇડીસીમાં બારદાનના ગોડાઉનમાં આગ લાગી, બે ફાયર ફાઈટરે દોડી જઇ પાણીનો મારો ચલાવ્યો

ગોંડલ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસીમાં મંગળવારની મોડી રાત્રે વનરાવન નામના બારદાનના ગોડાઉનમાં આગ લાગી હતી પળભરમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી કારખાનાની મશીનરી અને બારદાનના જથ્થાને બળીને ખાખ કરી નાખ્યો હતો. બાતમી મળતાં જ નગર પાલિકાના બે ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં ગોડાઉનમા રહેલો માલ બળી ગયો હતો.

આગની ઘટના ના બનાવ અંગે બરદાનના માલિક ગણેશ જ્યૂટ કંપની વાળા પ્રકાશભાઈ ઈડાએ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. રાત્રીના 12:30 વાગ્યા જેવો સમય હોય ગોડાઉનના બીજા ભાગમાં ૭ થી ૮ કર્મચારીઓ સુતા હતા પરંતુ તેને આગનો ખ્યાલ આવે તે પહેલાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. મને જાણ કરતા હું તુરત જ સ્થળ પર પહોંચ્યો હતો પાલિકાના ફાયર ફાયટરોએ આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ ગોડાઉનમાં રહેલો માલ બળીને ખાખ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...