દુર્ઘટના:ગોંડલમાં જ્વેલર્સની દુકાનમાં આગ, માલસામાન બળીને ખાખ

ગોંડલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરચક્ક વિસ્તારમાં આગના પગલે ફાયરના જવાનો દોડ્યા

ગોંડલના નાની બજાર ખાતે આવેલી સોનીની એક દુકાનમાં શનિવારે કોઇ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને પળવારમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં લોકો પણ ડરી ગયા હતા. જો કે નગર પાલિકાને જાણ કરાતાં ફાયરના જવાનો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે આગની જવાળાઓ ઉપર સુધી પહોંચતા ઇમારતને પણ નુકસાન થયું હતું અને જ્વેલર્સનો તમામ માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો. આગ શા કારણે લાગી એ કારણ હજુ અકબંધ રહ્યું છે. તેમ છતાં દુકાનમાં સોનાના દાગીના બનાવવા માટે અમુક સાધનો રાખવામાં આવે છે તેના લીધે આગ લાગ્યાના અનુમાન પરથી તપાસ હાથ ધરી છે.

ગોંડલની નાની બજાર ખાતે આવેલી હિતેષ ભાઈ જડિયા અને કમલેશભાઈ જડિયાની પી.એમ. જડિયા નામની સોનીની દુકાનમાં અચાનક આગ લાગતા નગરપાલિકાનાં ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયું હતું અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી, દરમ્યાન આગના કારણે દુકાનમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. આગ શા કારણે લાગી એ હજુ અકબંધ રહેવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...