દુર્ઘટના:ઔદ્યોગિક ઝોન શાપર-વેરાવળમાં ગુવારગમની ફેક્ટરીમાં આગ

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેક્ટરી છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાનું બહાર આવ્યું
  • આગ કાબૂમાં ​​​​​​​લેવા રાજકોટ અને ગોંડલના ફાયર ફાઇટરો દોડી ગયા

ઔધોગિક ઝોન ગણાતા શાપર વેરાવળ મા આવેલી ગુવારગમ ની ફેકટરી મા વહેલી સવારે આગ લાગતા રાજકોટ ગોંડલ થી દોડી ગયેલા ફાયર ફાઈટરો એ પાણી નો મારો ચલાવી પાંચ થી છ કલાકની જહેમત બાદ આગને કાબુમા લીધી હતી.

શાપર વેરાવળમાં એસઆઇડીસી રોડ પર આવેલી લેમ્બર્ટી ઇન્ડીયા પ્રા.લી.નામની ગુવારગમનો પાઉડર બનાવતી ફેકટરીમા વહેલી સવારે પેકિંગ વિભાગમા આગ ફાટી નિકળતા તુરંત ફાયરબ્રિગેડને જાણ કરાતા રાજકોટથી ત્રણ ફાયર ફાઈટર ઉપરાંત ગોંડલથી દોડી આવેલા ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ કાબુમા લીધી હતી. આગમા શેડના પતરા દિવાલ પેકિંગ મટીરીયલ કાચો માલ બળીને ખાક થઇ ગયો હતો. વધુ વિગતો મુજબ મલ્ટી નેશનલ કંપની આ ફેકટરી ચલાવે છે જેની હેડ ઓફીસ ઇટાલી મા આવી છે. ફેક્ટરી છેલ્લા કેટલાક સમયથી બંધ હોય આગની ઘટના વેળા માત્ર એક ચોકીદાર હાજર હતો. બનાવ અંગે શાપર પોલીસે તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...