તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ગોંડલ વોરાકોટડા રોડ ચિસ્તિયા મસ્જિદ પાસે યુવાનો વચ્ચે મારામારી

ગોંડલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર ચીસ્તીયા મસ્જિદ પાસે પાનના ગલ્લે યુવાનો વચ્ચે મારામારી સર્જાતા સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પાનના ગલ્લે એકઠા થયેલા યુવાનો વાતો કરવાને બદલે જૂના મનદુ:ખના લીધે મારામારી થતાં મામલો પોલીસમાં પહોંચી ગયો હતો.

વોરાકોટડા રોડ ઉપર રહેતા અમીર ઉર્ફે બટેટી અકબરભાઈ સુમરા તેમજ તેનો મિત્ર હનીફ મીર પાનની દુકાન પાસે બેઠા હતા ત્યારે હસન ઈસમાઈલ ભાઈ થારીયાણી અને તેનો ભાઈ હુસેન ઘસી આવ્યા હતા. લોખંડના હાથમા પહેરવાના પંચર પડે હુમલો કરતા યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા. જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સામાપક્ષે હસન થારીયાણી એ અમીર ઉર્ફે બટેટી અકબરભાઈ સુમરા તેમજ તેના ભાઈ સમીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી બનાવ અંગે નું કારણ જૂનો ઝઘડો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો