રજૂઆત:ગોંડલની ભુણાવા ગ્રામપંચાયતની ચૂંટણીમાં છમકલાં થવાની ભીતિ

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતને આવેદન આપી બંદોબસ્ત ફાળવવા રજૂઆત

ગોંડલ તાલુકાના ભૂણાવા ગ્રામ પંચાયતની ચૂંટણીમા નાના મોટા છમકલાં થવાની ભીતિ વ્યક્ત કરી આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદન આપી સજ્જડ પોલીસ બંદોબસ્ત ફાળવવા રજૂઆત કરી હતી. ભુણાવાના પ્રતિબા વિક્રમસિંહ જાડેજાએ ગોંડલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે આજે પંચાયતની ચૂંટણી યોજાનાર છે ભુણાવા ગામે ચૂંટણી સમયે મતદાન મથક ઉપર અને મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર સામાવાળા હરીફ ઉમેદવારના મળતીયાઓ દ્વારા મતદારો સાથે તથા ગ્રામ પંચાયત સમિતિના ઉમેદવારો સાથે હિંસક પ્રવૃત્તિઓ થવાની પૂરી શક્યતા જણાતી હોય જેથી ચૂંટણી ફરજ પર પોલીસ કર્મી તથા મતદાન મથકના કર્મચારીઓની નિમણૂક સક્ષમ અધિકારીઓની કરવા જણાવાયું છે.

આ પહેલાં ચૂંટણીમાં ગોટાળા થવા અંગે અને પોલીસ રક્ષણ સીસીટીવી કેમેરા રાખવા બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર રાજકોટના લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમાં યોગ્ય પ્રત્યુત્તર ન મળતાં ગુજરાતની વડી અદાલતના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા.

જેમાં કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે ભુનાવા ગામનું પોલિંગ મથક સંવેદનશીલ ગણવું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પંચાયતી રાજના કાયદા મુજબ ૫૦ ટકા મહિલા અનામત ફાળવવામાં આવેલ હોય ભુણાવા ગામે સામાન્ય મહિલા અનામતની સરપંચની બેઠક ફાળવેલી છે અને અરજદારનું નામ મતદાર યાદીમાંથી નામ કમી થઈ ચૂક્યું છે. જે અંગે મામલતદારને મતદાર યાદીમાં નામ ઉમેરવા અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...