આર્થિક સંકળામણ ભરખી ગઈ:ગોંડલમાં બે બાળકોના પિતાએ આપઘાત કર્યો, આર્થિક સંકળામળના લીધે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

ગોંડલ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુક તરીકે ફરજ બજાવતા યુવાને ગળા ફાંસો ખાઇ આપઘાતની ઘટના પ્રકાશમાં આવી

ગોંડલમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં બે બાળકોના પિતાએ આપઘાત કરી લેતાં બાળકોએ પિતની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. એસ.આર.પી કંપનીમાં કુક તરીકે ફરજ બજાવતા યુવાને ગળા ફાંસો ખાઇ આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. 36 વર્ષિય નરેન્દ્રભાઈ રામજીભાઈ પરમાર નામના યુવકે આર્થિક સંકળામણના લીધે ગળાફાંસો ખાધો હોવાની વિગતો મળી આવી છે.

પરિવાર પર દુ:ખોનું આભ તુટી પડ્યું
એક પુત્ર અને પુત્રીના પિતા નરેન્દ્રભાઈએ આર્થિક સંકળામળના કારણે પોતાના ક્વાર્ટરમાં પંખા સાથે લટકી ગળાફાંસો ખાતા પરિવાર પર દુ:ખોનું આભ તુટી પડ્યું છે. મૃતકના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ ગોંડલ શહેર પોલીસના હેડ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ કેરાળીયાએ આ ઘટનાને લઇ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...