તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંવારી માતા બની!:ઢોર ચરાવવા જતી યુવતી પર કૌટુંબિક કાકા-ભત્રીજાએ દાનત બગાડી; કાકાને અંગતપળો માણતા જોઈ ભત્રીજાએ યુવતીને ધમકાવી અનેક વખત દુષ્કર્મ આચર્યું

ગોંડલ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગોંડલના રીબ ગામની નવ મહિના પહેલાની ઘટના યુવતીએ બાળકને જન્મ આપતા બહાર આવી
 • બાળકનું ઓક્સિજન લેવલ ઘટી જતા રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાયું

ગોંડલ નજીક આવેલા રીબ ગામમાં રહેતી યુવતી પર તેના કૌટુંબિક કાકા અને ભત્રીજાએ છેલ્લા નવ મહિના દરમિયાન અનેક વખત દુષ્કર્મ આચરતા યુવતી ગર્ભવતી થઈ હતી. યુવતીએ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં બાળકને જન્મ આપતા આખી ઘટના બહાર આવી હતી. આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ થતા ગોંડલ તાલુકા પોલીસે યુવતીના કૌટુંબિક કાકા અને ભત્રીજા સામે દુષ્કર્મ અંગે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે. દરમિયાન બાળકનું ઓક્સિજન લેવલ ઘટી જતા રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યું છે.

કૌટુંબિક કાકાએ ફોસલાવી અનેક વાર કુકર્મ આચર્યું
ગોંડલ તાલુકા પોલીસમથકના પીએસઆઈ એમ. જે. પરમારે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ગોંડલના એક મેટરનિટી હોમમાં એક યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટના દુષ્કર્મની હોવાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ પર દોડી ગયો હતો અને પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું હતું કે, યુવતી જ્યારે રીબ ગામની સીમમાં ઢોર ચરાવવા જતી હતી ત્યારે તેના કૌટુંબિક કાકા સંજય સંગ્રામભાઈ મેવાડાએ લલચાવી ફોસલાવીને તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

ભત્રીજાએ યુવતીને ધમકાવી દુષ્કર્મ કર્યું
એકવખત યુવતીનો કૌટુંબિક ભત્રીજો વિશાલ ભૂપત મેવાડા યુવતી સાથે તેના કૌટુંબિક કાકા સંજય મેવાડા દુષ્કર્મ કરતા હતા તે જોઈ ગયો હતો આથી તેણે પણ આ વાત અન્ય લોકોને કહી દેવાની ધમકી આપીને યુવતી સાથે ધરાર શરીરસંબંધ બાંધ્યા હતા. છેલ્લા 9 માસ દરમિયાન કૌટુંબિક કાકા-ભત્રીજાએ યુવતીની લાચારીનો ગેરલાભ ઉઠાવીને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું આથી તે ગર્ભવતી થઈ ગઈ હતી. સોમવારે યુવતીને ગોંડલની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો ત્યારબાદ પરિવારજનો સમક્ષ ઉપરોક્ત આપવીતી જણાવતા બંને સામે ગોંડલ તાલુકા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રેન્જ આઈજીના આદેશથી રાજકીય દબાણ દબાઈ ગયું
દુષ્કર્મની ફરિયાદ ન થાય તે માટે ગોંડલ પંથકના એક રાજકીય અગ્રણીએ ધમપછાડા શરૂ કર્યા હતા અને હોસ્પિટલે જઈને યુવતીના પરિવારજનોને લાલચ આપીને તેમજ બાળકને આજીવન સાચવવાની ખાતરી આપી બધું રફેદફે કરી દેવા માગતા હતા, પરંતુ આ ઘટના અંગે રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘને જાણ થતા તેઓએ સત્ય વિગતો બહાર લાવીને ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો. આથી સોમવારે રાત્રીના યુવતીના કૌટુંબિક કાકા-ભત્રીજા સામે ફરિયાદ નોંધાઈ હતી અને બંને પોલીસ સંકજામાં આવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો