ગોંડલમાં 24 કલાકમાં 4 આગના બનાવ:ફેબ્રિકેશન અને લાકડાના ગોડાઉનમાં આગ લાગતા અફરા-તફરી મચી; ફાયર, પોલીસ, PGVCLનું તંત્ર એલર્ટ મોડમાં રહ્યું

ગોંડલએક મહિનો પહેલા

ગોંડલ પંથકમાં દિવાળીની રાત્રીએ આગની 3 અલગ અલગ ઘટના અને દિવસની એક ઘટના સામે આવી હતી. આગના બનાવને લઈને ગોંડલ નગરપાલિકા ફાયર, પોલીસ સ્ટાફ, PGVCL તંત્ર સહિતના ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. જો કે ફાયર ફાઈટરોની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવતા ચારેય જગ્યા પર આગ પર કાબુ મેળવ્યો હતો અને કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ આગ લાગવાથી સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

ગોંડલ પંથકમાં આગના 4 બનાવ સામે આવ્યા
ગોંડલ પંથકમાં આગના 4 બનાવ સામે આવ્યા

કેબિનના પતરા તોડીને પાણીનો મારો ચલાવ્યો
વોરા કોટડા રોડ સબજેલ પાસે સાંજના સમયે કચરાના ઠગલામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. તો મોડી રાત્રે વોરા કોટડા ચોક પાસે આવેલા બગીચાની બાજુમાં ભંગારની કેબિનમાં આગ લાગતા જ ભંગારની કેબિનમાં રહેલ પ્લાસ્ટિકનો સ્ક્રેપ બળી જવા પામ્યો હતો. આગ લાગવાની જાણ ફાયર વિભાગને થતા ફાયર ફાઈટરો દ્વારા કેબિનના પતરા તોડીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. સમયસર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવતા વધુ કોઈ જાનહાનિ કે નુકશાન થવા પામ્યું નથી.

ફાઈટરો દ્વારા કેબિનના પતરા તોડીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો
ફાઈટરો દ્વારા કેબિનના પતરા તોડીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો

ગોંડલમાં ફાયર વિભાગની ટીમ સતત એલર્ટ મોડમાં રહી
ત્રીજા બનાવમાં વહેલી સવારે સાઇડીંગ રોડ પર આવેલ ફેબ્રિકેશન અને લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. 2 ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ફટાકડાનો તણખલો પડવાથી આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગની સમગ્ર ઘટનાને લઈને ગોંડલ શહેર પોલીસ અને PGVCL તંત્ર પણ સાથે સાથે દોડી આવ્યું હતું.

ITI ના જુના રૂમમાં આગ લાગી
ITI ના જુના રૂમમાં આગ લાગી

ITIના રૂમમાં આગ લાગતા 2 ફાયર ફાઈટર ટીમ પહોંચી
આજે સવારે ગોંડલ કોલેજ ચોકમાં આવેલ ITI ના જુના રૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આઈટીઆઈના જુના રૂમમાં પડેલ ભંગારમાં ફટાકડાનો તણખલો પડતા આગ લાગી હતી. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને થતા 2 ફાયર ફાઈટર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા સતત પાણી મારો ચલાવવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...