આવેદન:ગોંડલ જેતપુર રોડ પર કોઇ નોટિસ કે ડાયવર્ઝન બોર્ડ લગાવ્યા વગર જ ખોદકામથી ચાલકો ત્રસ્ત

ગોંડલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિપેરિંગ શરૂ કરતા પહેલાં પાલિકાની અણઆવડત મુદે કોંગ્રેસનું આવેદન, ભોજરાજપરાની અનેક શેરીમાં સરહદો ઊભી થઇ ગઇ

ગોંડલ પાલિકાઅે જેતપુર રોડ જેલચોક ખાતે રિપેરીંગ કામ હાથ ધર્યું છે, પરંતુ આ જગ્યા પર કોઈ પતરાની આડસ કે નોટિસ બોર્ડ મૂક્યા નથી. ભોજરાજપરામાં ટ્રાફિક ડાઇવર્ઝન કરાયો હોય ત્યાં પણ કોઈ બોર્ડ મૂકયા નથી જેથી બહારથી આવતા ચાલકોને પરેશાની થાય છે. ત્યારે શહેર કોંગ્રેસે ચીફ ઓફીસરને આવેદન પાઠવ્યુ હતું.

ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા, દિનેશભાઈ પાતર, ઋષિરાજભાઈ પરમાર, ધર્મેશભાઈ બુટાણી, કિશોરસિંહ જાડેજા નિલેશ રૈયાણી અને જય નાંદપરા સહિતનાઓ દ્વાર ચીફ ઓફિસર વ્યાસને આવેદન આપ્યું હતું જેમાં જણાવાયું હતું કે તંત્રના પાપે ભોજરાજપરા વિસ્તારની મોટાભાગની શેરીમાં સરહદો ઊભી થઈ ગઇ છે. કોઈ સ્વજનનુ મૃત્યુ થયા બાદ સ્મશાન યાત્રા નીકળે તો તેને પણ ટ્રાફિકમાં ફસાવું પડી રહ્યું છે.

ઉપરાંત લખ ચોરાસીનો ફેરો ફરવાની ફરજ પડી રહી છે પાલિકા તંત્ર દ્વારા તાકિદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે અન્યથા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા રાહે પ્રજાજનો ને સાથે રાખીને આંદોલન છેડવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી માત્ર ને માત્ર ગોંડલ નગરપાલિકા અને તેના કોન્ટ્રાક્ટરોની રહેશે તેમ જણાવાયું છે..

જેલ ચોકમાં ફ્રૂટની લારી રાખનારા પર જીવનું જોખમ
જેલ ચોકમાં ઉભા રહેતા ફ્રુટની લારી વાળાઓને પતરાની આડસ મુકવાની જગ્યાએ ઉભા રખાવી તંત્રે તેમના જીવ જોખમમાં મૂક્યા છે કારણ કે સતત મોટા વાહનો પસાર થઈ રહ્યા છે ફ્રૂટ ખરીદવા આવી રહેલા લોકોની ભીડ જામતી હોય છે તંત્ર દ્વારા જનસેવા કેન્દ્રના પટાંગણમાં રોડ રીપેરીંગ દરમિયાન ફ્રુટની લારી વાળાને ઉભા રહેવા દેવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...