EVM મશીનમાં ખામી સર્જાઈ:ગોંડલ ભગવતપરા શાળા નં.5 ખાતે ઇવીએમ મશીનમાં ખામી સર્જાઈ, વહીવટી તંત્ર કામે લાગ્યું

ગોંડલ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનની શરુઆત થઈ ચૂકી છે. તેમાં અત્યારે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. તે દરમિયાન ગોંડલ ભગવતપરા શાળા નં.5માં ઈવીએમ મશીનમાં ખામી સર્જાઈ હતી. જેથી મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે વહીવટી તંત્રની ટીમને જાણ થતાં કામગીરી હાથ ધરાઈ છે.

વહીવટી તંત્રને જાણ કરાઈ
ગોંડલ ભગવતપરા શાળા નં.5માં ઈવીએમ મશીનમાં ખામી સર્જાઈ છે. બુથ નં. 135 નંબરમાં EVMમાં ખામી સર્જાતા મતદારોમાં રોષ જોવા મળ્યો છે. ગોંડલ નગરપાલિકાના સદસ્ય ચંદુ ડાભીને જાણ થતા. તુરંત બુથ પર પહોંચીને વહીવટી તંત્રને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત 1bu, 1cu અને 2 VVપેટમાં ક્ષતિ સર્જાતાં પ્રાંત અધિકારી કે વી બાટીની ટીમ કામે લાગી છે.