તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવૃત્તિનો વિસામો:ગોંડલમાં સકારાત્મક પ્રવૃત્તિ થકી નિવૃત્તિ ગાળતા વડીલો

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના 900થી વધુ સભ્યોના બનેલા પેન્શનર્સ સમાજ દ્વારા ચલાવાય છે અનેકવિધ પ્રવૃત્તિઓ

સતત પ્રવૃત રહેતો માણસ જ્યારે નિવૃત બને ત્યાંરે સકારાત્મક અને નકારાત્મક બન્ને સંવેદના અનુભવતો હોય છે.સિનીયર સિટીઝન બની હવે પોતે ભારરૂપ હોવાની દ્વિધામાં પણ કયારેક અટવાતો હોય છે. જિંદગી આખી પરિવારની આર્થિક સલામતીની ચિંતા કર્યા બાદ જ્યારે શરીર અને મન થાકે ત્યારે આવતા નિવૃત્તિ કાળને ખરેખર તો માણવાનો હોય પરંતુ અમુક કિસ્સામાં લોકો આ સમયને માણી શકતા હોતા નથી. અલબત બધાં લોકો આ દ્વિધા નથી અનુભવતાં.ત્યારે પાત્રીસ વર્ષથી ચાલી રહેલો ગોંડલ પેન્શનર સમાજ આજે વટ વૃક્ષ બની નિવૃતિનો વિસામો બની રહ્યો છે. સંગ્રામસિંહજી હાઇસ્કુલનાં મેદાનમાં આ સમાજનું કાર્યાલય પેન્શનર્સથી જ ચાલતી અનેકવિધ પ્રવૃતિઓથી ધમધમી રહયું છે.

નોકરી માંથી વય મર્યાદા ને કારણે નિવૃત થયાં પછી પેન્શનર્સ પેન્શનથી લઇ અનેક પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે.થાકેલી ઉંમર પણ કયારેક પરેશાન કરતી હોય છે.પરંતુ ગોંડલ પેન્શનર્સ મંડળ દરેક ઉકેલ શોધી સિનીયર સિટીઝન માટે ‘તંદુરસ્ત’ કાયઁ કરી રહ્યુ છે. સને 1985 માં સ્થપાયેલન પેન્શનર્સ મંડળ માં આજે અંદાજે 900 થી વધુ સભ્યો જોડાયેલાં છે.સંગ્રામસિંહજી હાઇસ્કુલનાં મેદાનમાં એક સમયે ટાઇપ કલાસ નાં નામે ઓળખાતાં બિલ્ડીંગ માં પેન્સનર સમાજ ની કોમ્પ્યુટરાઇઝ ઓફીસ કાર્યરત છે.

પેન્શનર્સ મંડળ નાં પ્રમુખ હારિતસિહ જાડેજા નિવૃત્તિને પ્રવૃતિ માં પલટી કાર્ય કરી રહ્યા છે.ગોંડલ ક્રિકેટનાં ભિષ્મપિતાહ ગણાતાં શિક્ષણવિદ મોહનસિંહ જાડેજા,પથુભા ડાભી,પી.જી.ઝાલા,આર.જી.ગજેરા,ગીરીરાજસિંહ ઝાલા સવાર સાંજ કાર્યાલયમાં સક્રિય રહી પેન્શનર્સને લગતાં પ્રશ્નો અંગે કાર્યરત નજરે પડે છે. રાજ્ય સરકાર પેન્શનર્સનાં વિધવા કે ત્યકતા દિકરીઓને પેન્સનની જોગવાઈ અમલી કરે તેવી માંગ પ્રમુખ હારીતસિહ જાડેજાએ કરી છે.જોવાનું એ રહે છે કે સમાજની આ માગણી ક્યારે સ્વીકારાય છે.

પેન્શનર્સ સમાજ દ્વારા હાથ ધરાતી પ્રવૃત્તિઓ

  • પ્રમુખ હારીતસિહ જાડેજા કહે છે કે દર મહીને પેન્શનર્સની મિટીંગ નું આયોજન કરાય છે.
  • દર ત્રણ મહિને કારોબારી બેઠક બોલાવાય છે.
  • મંડળ દ્વારા શિયાળા માં અડદિયા બનાવી વેચાણ નહી નફો નહી નુકસાન નાં ધોરણે કરાયું હતું
  • 70 થી 85 વર્ષની વય પુર્ણ કરનાર પેન્શનર્સનું વિશેષ સન્માન કરાય છે.
  • છેલ્લા બે વર્ષથી એસબીઆઇ બેન્ક દ્વારા વરિષ્ઠ પેન્શનર્સનું સન્માન કરાય છે.
  • રોટરી ક્લબ દ્વારા વોકર સહીત વસ્તુઓની મદદ કરાય છે.
  • મંડળ દ્વારા દર વર્ષે યાત્રા પ્રવાસનું આયોજન કરાય છે.
  • પેન્સનર મંડળ નાં કાર્યાલયથી હયાતીનાં દાખલા, એન્યુઅલ આવક, સર્ટીફિકેટ ની સેવા પુરી પાડવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...