પાલક માતા પિતા યોજના:ગોંડલમાં પહેલા જ નોરતે અનાથ દીકરીને માવતર મળ્યા

ગોંડલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીકરીની અભ્યાસ સહિતની જવાબદારી સંભાળી

ગોંડલ શહેરની સૈનિક સોસાયટીમાં આશરે ૭ વર્ષની દીકરી રાજેશ્વરીના પિતા અનિરુદ્ધભાઈ ચૌહાણે ઘણા સમય પહેલા આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. “મા” ક્યારેય મમતા ન છોડે પરંતુ કળિયુગના સમયમાં માતા પણ બદલી જતી હોય છે અને તેણે રાજેશ્વરીને તરછોડીને બીજે લગ્ન કરી લીધા હતા. આથી રાજેશ્વરી નોંધારી બની ગઇ હતી અને દાદી રેખાબેનની સાથે ઝૂંપડામાં રહે છે અને આર્થિક પરિસ્થિતિ ખુબ જ દયનિય છે.

દીકરીના ભવિષ્ય-ભણતરનો પ્રશ્ન હોય આ વાત ગોંડલ ધારાસભ્યના પ્રતિનિધિ ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા દંડક રાજેન્દ્રસિંહ જાડેજાને ધ્યાને આખી વાત આવતા રાજકોટ સમાજ સુરક્ષા વિભાગના અધિકારી મિલન પંડિત, દવેને સ્થળ વિઝીટ કરાવી સરકારની “ પાલક માતા પિતા યોજના” અંતર્ગત દર મહિને રૂ.૩૦૦૦/ પેન્શન દીકરી ૧૮ વર્ષ ની થાય ત્યાં સુધી ચાલુ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ સાથે “ટીમ ગણેશ” દ્વારા રાજેશ્વરીનો અભ્યાસનો ખર્ચ તથા અન્ય પરચુરણ ખર્ચ પણ ઉઠાવવાનું ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા તથા અગ્રણીઓ એ નક્કી કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...