ક્રાઈમ:ભરૂડી ટોલ પ્લાઝાના કર્મી સાથે વાહનચાલકની બેફામ મારામારી

ગોંડલ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર વિવાદમાં સપડાતા ટોલ બૂથ પર વધુ એક વિખવાદ
  • વીડિયો જાહેર થતાં કર્મચારીઓ સામે પગલાં લેવા ઉઠતી માંગ

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરુડી ટૉલ પ્લાઝાએ છાશવારે વાહનચાલકો અને કર્મચારીઓ વચ્ચે ઝગડાઓ સર્જાતા હોય જેમાં એક સ્કોર્પિયો જેવા વાહનના ચાલકે લેન નંબર 8 ના પ્લાઝાના કર્મચારીઓને માર મારી, દાદાગીરી કરી હોવાનો વિડીયો જાહેર થતા ટોલ પ્લાઝા ફરી ચર્ચાના ચકડોળે ચડયું છે. ભરુડી ટૉલ પ્લાઝા એ વાહનચાલકો અને પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે ટોલટેક્સ ને લઇ અનેકવાર માથાકૂટ અને મારામારી સર્જાતી હોય છે પોલીસ ફરિયાદ પણ થતી હોય છે. અલબત્ત તારીખ 14ની રાત્રે બનેલી મારામારીની ઘટનામાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

આ પહેલા રાજ્યના મંત્રી જયેશભાઇ રાદડીયાને પણ ભરુડી ટૉલ પ્લાઝા એ કર્મચારીઓ સાથે બોલાચાલી થવા પામી હતી. જયેશભાઈએ વાહનોની લાંબી કતારો લાગી હોય ઝડપથી ટ્રાફિક ક્લિયર કરાવી પ્લાઝાના અધિકારીઓને ઉધડો લીધો હતો.

આ તકે ઘણા વાહનચાલકો એવી પણ ફરિયાદ કરતા હોય છે કે પ્લાઝા એ રિટર્ન ટિકિટ આપવામાં આવતી નથી અને કેટલાક કર્મચારીઓ દ્વારા તોછડુ વર્તન કરાય છે પ્લાઝા ની ઓફિસમાં પીવાના પાણી સહિત પ્રાથમિક જરૂરિયાતની સુવિધાઓ પણ હોતી નથી અને વોશરૂમમાં સ્વચ્છતાનો અભાવ હોય છે. સુવિધા આપવાની વાત તો દૂર, પરંતુ જીદી વલણ અખત્યાર કરી વાહન ચાલકો સાથે મારામારી અને દાદાગીરીના બનાવો અટકવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...