તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક જામની સમસ્યા:ભરુડી ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામથી વાહનચાલકો ફેરો કરવા રાજી નથી!

ગોંડલ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આસપાસના ઉદ્યોગપતિઓની પરેશાની ઔર વધી, કામદારો આવે કઇ રીતે?

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગના કારણે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી રહી હોય વિના વાંકે ગ્રામજનો અને આસપાસના કારખાનેદારોને પરેશાની ભોગવવી પડી રહી છે. ભરૂડી ગ્રામજનો અને આસપાસના ઉદ્યોગપતિઓને થતી પરેશાનીની અંગે ભરૂડી આગેવાન ધર્મરાજસિંહ મંગળસિંહ જાડેજા, તુલસી એગ્રો (અંકુરભાઈ કનેરીયા) - વિપુલભાઈ જાવીયા (એરિષ ગ્લોબલ ફોર્જિંગ - નિકુંજભાઈ (એક્ટિવ ટેકનોકાષ્ટ) ક્રિષ્ના એગ્રી ઇન્ડસ્ટ્રીઝ સંજયભાઈ કાલાવડીયા સહિતનાઓએ જણાવ્યુ હતું કે ભરુડી ટોલ પ્લાઝા ખાતે પૂરતા કર્મચારીઓ નથી, પૂરતા પ્રમાણમાં સેન્સરના ઉપકરણો નથી, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા થઈ રહી છે આસપાસના કારખાનેદારોને રોજિંદા ત્રણથી ચાર વખત શાપર વેરાવળ જવાનું થતું હોય છે.

ટ્રાફિક જામના કારણે અગત્યનાં કામો પણ અટકી રહ્યા છે નાના-મોટા ગુડ્સ વાહનો ફેરા કરવા રાજી થતા નથી તેમજ ટોલ પ્લાઝા ટ્રાફિક જામથી કંટાળી વાહનચાલકો ભરુડી ગામ તરફ આવતા હોય ગ્રામજનોને જીવનું જોખમ વધી જવા પામ્યુ છે. આ અંગે ટોલ પ્લાઝાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી આ અંગે જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન છેડવામાં આવશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો