સેવાની ઉદ્દાત ભાવના:ગોંડલના તબીબ દંપતીએ 5500 ગરબાનો શણગાર કરાવી જરૂરિયાતમંદને રોજગારી આપી

ગોંડલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દંપતીએ જરૂરિયાતમંદ મહિલાઓ, વિધવા અને દિવ્યાંગોની મદદ કરી

ગોંડલના સેવાભાવી તબીબ દંપતી ડોક્ટર દિપક વાડોદરિયા અને ડોક્ટર ડિમ્પી વાડોદરિયા દ્વારા શ્રી બદ્રીનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ અને સવિતાબેન કે વાડોદરિયા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલના નેજા હેઠળ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે, તદુપરાંત આવનાર નવરાત્રિના પવિત્ર દિવસોને ધ્યાનમાં રાખી વિધવા, જરૂરિયાતમંદ મહિલાઓ, દિવ્યાંગોને મદદરૂપ થવાના ઉમદા હેતુથી 5500 થી પણ વધારે ગરબાનો શણગાર કરાવડાવી રોજગારીની સાઇકલ ઊભી કરી ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે.

આ સેવાકીય પ્રવૃત્તિ અંગે ડોક્ટર ડિમ્પી વાડોદરિયા એ જણાવ્યું હતું કે આપણી આસપાસ ઘણા જરૂરિયાત મંદ લોકો રહેતા હોય છે સ્વમાની હોવાના કારણે હાથ પણ લંબાવી શકતા ન હોય તેઓને મદદરૂપ થવાના ઉમદા હેતુથી ગરબા શણગારનો પ્રોજેક્ટ ધ્યાનમાં આવ્યો હતો, જેમાં ડોક્ટર દિપક વાડોદરિયાએ ભારોભાર સાથ આપ્યો હતો પરિણામે છેલ્લા બે માસની અથાગ મહેનતથી 15 થી પણ વધુ જરૂરિયાત મંદ મહિલાઓને બોલાવી ગરબા અને કલર, ટિકી, ચાંદલા, તુઇ જેવા વિવિધ શણગારો કરવામાં આવ્યા હતા જેના થકી જરૂરિયાત મંદ લોકોને રોજી-રોટી પણ મળી હતી અને આ એકત્રિત થયેલ ફંડથી આગામી દિવસોમાં દિવાબતી-ધૂપ પ્રોજેક્ટ, વાટ બનાવવાનું મશીન, સેનેટરી પેડ નું મશીન વગેરે ખરીદ કરી મહિલાઓ અને જરૂરિયાત મંદ લોકો માટે રોજગારી ઉભી કરવામાં આવશે.

આ પ્રોજેક્ટને સફળ બનાવવા હોસ્પિટલના કર્મચારી જાગૃતીબેન ચૌહાણ ગોપાલભાઈ ગોંડલીયા સુધીરભાઈ ધામેલીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, ચેતનભાઇ જેઠવા, પાલિકાના સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, અનિલભાઈ માધડ, અશોકભાઈ પીપળીયા, રમેશભાઇ રૂપારેલીયા, નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલા સહિતનાઓએ સ્થળ મુલાકાત લઇ કાર્યને બિરદાવ્યું હતું આ ઉપરાંત જયરાજસિંહ જાડેજા દ્વારા 400, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા 500, બિલ્ડર પપ્પુભાઈ મહેતા દ્વારા 300, ડીવાયએસપી ઝાલા અને શક્તિમાન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 100 ગરબાની ખરીદી કરી સેવાની સરવાણીમાં ઉમદા યોગદાન આપવામાં આવ્યું છે.

જરૂરિયાતમંદ માટે રોજગારી ઊભી કરાશે
એકત્રિત ફંડથી આગામી દિવસોમાં દિવાબતી -ધૂપ પ્રોજેક્ટ, વાટ બનાવવાનું મશીન, સેનેટરી પેડનું મશીન ખરીદ કરી મહિલાઓ અને જરૂરિયાતમંદ માટે રોજગારી ઉભી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...