ગ્રાહકોને આકર્ષવા અવનવા નુસખા:ગોંડલમાં દીપાવલી તહેવારને લઈને બજારમાં તેજીનો માહોલ; ગ્રાહકોને આકર્ષવા બહુરૂપી વાનર બન્યો આકર્ષણનું કેન્દ્ર

ગોંડલએક મહિનો પહેલા

દીપાવલી તહેવારમાં આજે દિવાળીના દિવસે ગોંડલ શહેરની બજારોમાં ધૂમ ખરીદી જોવા મળી રહી છે. શહેરની નાની મોટી બજાર, ગુંદાળા શેરી, માંડવી ચોક, બસસ્ટેન્ડ રોડ સહિતની બજારોમાં ગ્રાહકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે. ત્યારે વેપારીઓ ગ્રાહકોને આકર્ષવા અવનવા નુસખાઓ અપનાવી રહ્યાં છે.

ગોંડલ બસ સ્ટેન્ડ રોડ પર આવેલા હન્ટર ધ મેન્સ આઉટલેટ ખાતે ગ્રાહકોને આકર્ષવા માટે બહુરૂપી વાનર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. રોડ પરથી પસાર થતા લોકો, ગ્રાહકોએ ફોટો તેમજ સેલ્ફી પાડવા માટે પડાપડી કરી હતી. નાના બાળકોથી માંડી મોટી ઉમરના લોકો આ બહુરૂપી વાનર જોવા ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...