ધાર્મિક ઉત્સવ:દેરડી કુંભાજીમાં કાલથી રાજબાઇ માતાજીનું દિવ્ય ભર્યું યોજાશે

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણીની રક્તતુલા કરાશે
  • વિશ્વભરમાં વસતા 25000 હજારથી સમસ્ત રૈયાણી પરિવાર સાથે પ્રસાદ લેશે

ગોંડલ તાલુકાના દેરડી મુકામે સમસ્ત રૈયાણી પરિવાર દ્વારા બેદીવાસીય રંગારંગ ધાર્મિક કાર્યક્રમો તેમજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. 15 અને 16 એપ્રિલે રૈયાણી પરિવાર દ્વારા દિવ્ય ભર્યું પ્રસંગ યોજાશે. રાજબાઈ માતાજીના મંદિર દેરડી મુકામે 15 એપ્રિલથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ જશે. 15 એપ્રિલે રૈયાણી પરિવાર ના સભ્યો તેમજ ગામના લોકો રાજબાઈ મંદિર ખાતે મોટી સંખ્યામાં પહોંચશે.

સાંજે સાત વાગ્યાના સમયે ભોજન પ્રસાદ જેમાં સૌ ભક્તો પ્રસાદનો લાભ લેશે ત્યારબાદ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે આ લોકડાયરામાં ગુજરાતના સુવિખ્યાત કલાકાર ઓસમાણ મીર, મહિલા ગાયક કેરવી બૂચ અને જગદીશ મહેર સહિતના કલાકારો ડાયરામાં ભજનોની રમઝટ બોલાવશે. આ ઉપરાંત સાંજે 6 થી 9 દરમ્યાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યા માં લોકો હર્ષભેર જોડાશે સાથે સાથે રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી રક્તતુલાથી સ્વાગત કરવામાં આવશે. બાદ ૧૬ એપ્રિલ એ વહેલી સવારથી વિવિધ ધાર્મિક પ્રસંગો શરૂ થશે ભવ્ય યજ્ઞ યોજાશે.

જેમાં વહેલી સવારે 7:00 વાગ્યે પૂજા 9:00 વાગ્યે માતાજીની પૂજા યોજાશે ત્યારબાદ 12:00 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યા માં સમસ્ત રૈયાણી પરિવાર ના ભાઈઓ બહેનો અને ભક્તો એક જ સમિયાણા માં મહાપ્રસાદ લેશે. ત્યાર બાદ બપોરે 3:00 વાગે હવન બીડું હોમાશે.

આ પ્રસંગમાં રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી સહિતના રૈયાણી પરિવાર ના સભ્યો હાજર રહી આ ધાર્મિક પ્રસંગનો લ્હાવો લેશે. રૈયાણી પરિવાર ના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો રૈયાણી પરીવાર નો ઇતિહાસ વર્ષો જૂના છે રાજાશાહી વખત સાથે જોડાયેલો છે. રૈયાણી પરિવારના સુરાપુરા રૈયાદાદાનો માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ બેજોડ હતો. જ્યારે પોતાની માતૃભૂમિ પર દુશ્મનોએ આક્રમણ કર્યું ત્યારે રૈયા દાદા ધીંગાણે ચડ્યા હતા.

આ ધીંગાણામાં રૈયા દાદાએ વીર ગતી કરી હતી. તેમના બહેન અને રૈયાણી પરિવાર ના કુળદેવી રાજબાઈ માતા સતી થયા હતા ભાઈ પાછળ બહેન સતી થયા હોય તેવો ઇતિહાસનો આ સૌ પ્રથમ બનાવ હતો. પરિવારને એક તાંતણે બાંધનારા મોહન બાપા દ્વારા 1976 પહેલ કરી દર બે વર્ષે માતાજીની પૂજા પ્રાર્થના કરી ભર્યું ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્યારથી સતત આ પરંપરા જળવાઈ રહી છે.

વર્ષ 2018માં પિતૃઓના મોક્ષાર્થે ભવ્ય સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા RDC બેંકના ડિરેકટર પ્રવીણભાઈ રૈયાણી, ખોડલધામ ખાતે આવેલા હેવન રિસોર્ટ વાળા કેતનભાઈ રૈયાણી, મહેશભાઈ રૈયાણી રાજ ડેવલોપર્સ, જાલ્પેશભાઈ રૈયાણી, અગ્રણી બિલ્ડર એસ.આર. રૈયાણી, સુંદરમ ડેકોરેશન વાળા સુરેશભાઈ અજયમંડપ વાળા યોગેશભાઈ રૈયાણી, અંકુરભાઈ રૈયાણી, ત્રિશુલ ગ્રુપ વાળા હિરેનભાઈ રૈયાણી, પીયૂષભાઈ રૈયાણી, રસિકભાઈ રૈયાણી કનૈયા કેટરસવાળા સહિતના ઓ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...