સહાય:ગોંડલના 120 પરિવારને સહાય કીટનું વિતરણ

ગોંડલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અક્ષયભારતી ગ્રૂપનું સેવાકાર્ય

સેવાનો પર્યાય એટલે ગોંડલ નું અક્ષય ભારતી ગ્રુપ. મકર સંક્રાતિના તહેવારને અનુલક્ષી શહેરમાં રહેતા ગરીબ અને વિધવા મહિલાઓને, 102 જેટલા પરિવારને સહાય કીટ તૈયાર કરી આપવામાં આવી હતી. અને ઉતરાયણ પર્વ અનોખી રીતે ઉજવવામાં આવ્યું હતું.

આ તકે અલગ અલગ ૨૮ જેટલી સામગ્રી જેવી કે તેલ, ખજૂર, ડ્રાયફ્રુટ, રસપટી, ફરસાણ, ખીચડી, શીંગ દાળીયા, કઠોળ, ચણા, મગદાળ, બિસ્કીટ, બેસન બટેટા, ગોળ ખીચડો તેમજ મસાલા સહિતનો કીટમાં સમાવેશ કરાયો હતો. આ મિત્ર મંડળ છેલ્લા બે દાયકાથી પણ વધુ અને 80 જેટલા સભ્યોથી કાર્યરત છે અને વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.

અન્ય સમાચારો પણ છે...