તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસનો પ્રજાને અનુરોધ:ગોંડલમાં વેરા વધારાના વિરોધમાં પેમ્ફલેટ વિતરણ

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆત કરવા કોંગ્રેસનો પ્રજાને અનુરોધ

ભાજપ શાસિત વિપક્ષ વિહોણી ગોંડલ નગરપાલિકાના સત્તાધિશો દ્વારા પ્રજા ઉપર વેરા વધારાના કોરડાઓ વિંઝવામાં આવ્યા હોય વિરોધીઓના અવાજ ને બિનલોકશાહી ઢબે દબાવી દેવામાં આવતો હોય,ગોંડલ શહેર કોંગ્રેસ દ્વારા સાવધાન ગોંડલ નામના પેમ્પ્લેટ વિતરણ કરાયું છે.

કોંગ્રેસે વિતરણ કરેેલા પેમ્પ્લેટમાં સાવધાન ગોંડલ, ગોંડલ પાલીકા દ્વારા પ્રજા પર લાદેલા કમરતોડ ભ્રષ્ટાચારની ગંદકી, ભૂગર્ભ વેરાનો વિરોધ સાથે ઉલ્લેખ કર્યો છે કે ગોંડલ કોંગ્રેસ સમિતિ, ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, ગોંડલ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો. તથા ક્લોથ મર્ચંટ એસો. સહિત ગોંડલની 26 સંસ્થાઓ તથા જ્ઞાતિ મંડળ એસો. દ્વારા શાંતિ મૌન રેલી સાથે આપવામાં આવેલા આવેદન પત્રને ધ્યાનમાં લેવાયું નથી, જ્યારે પાછલા બારણેથી જે વેરો પ્રજા ઉપર ઝિંકી દેવામાં આવ્યો છે.

જે મુજબ રહેણાંકમાં આવતો ટેક્ષ ઉપરાંત રૂ.1000 ભુર્ગભ ગટરવેરો, કોમર્શિયલ જેમકે નાની દુકાન કે ઓફીસ રૂ. 2000, લેબોરેટરી કે અન્ય નાના યુનીટ રૂ.2500, જ્ઞાતીની વાડી, ધાર્મિક સંસ્થાઓના હોલ કે વાડીના રૂ.5000 નાખેલ છે જે ટેક્ષ તમારો જુનો ટેક્ષ ઉપરાંત નાખેલ છે. તેમા દર બે વર્ષે તમામ કુલવેરા પર 10% આપો આપ વધારો કરવાની જોગવાઇ છે. જે બાબતનો વિરોધ સુધરાઇ સભ્યોની સાથે મળીને કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...